પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય નો આ નજારો છે જોવા જેવો...

અહી વિડીયો પણ જુઓ

mysamachar.in-જામનગર

જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય આવેલ છે,હાલ શિયાળો જામ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં દેશી વિદેશી પંખીઓ ખીજડીયાના મહેમાન બન્યા છે, જેના કારણે પક્ષી અભ્યારણ્યની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે.ખીજડીયા પક્ષી અભયારણ્ય એ ભૌગાલિક દ્રષ્ટિએ વિશિષ્ઠતા ધરાવે છે.અહીં ફ્રેશ વોટર અને સી વોટર એકઠું થતું હોવાથી કાદવ, કીચડ, ઘાંસ, ખારા અને મીઠા પાણીમાં વસવાટ કરતાં પક્ષીઓ એકજ સ્થળે એક સાથે જોવા મળે છે.

છ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા પક્ષી અભ્યારણ્યમાં બ્લેક નેક્ડ સ્ટોર્ક, ગ્રેટ ક્રિસ્ટેડ ગ્રીબ, બ્લેક આઈબીસ, નોર્ધન પીન્ટીલ, નોબ બિલ્ડ ડક, ગલ, ફ્લેમિંગો, મલાર્ડ, અને પેલીકન  જેવા ૩૦૦ થી વધુ જાતના દેશી-વિદેશી પક્ષીઓ અહીં શિયાળા દરમિયાન મહેમાનગતિ માટે આવે છે,ત્યારે દેશભરમાંથી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ પણ અહીં પક્ષીઓને નિહાળવા માટે આવતા હોય છે.પક્ષીપ્રેમીઓ ખીજડીયા પક્ષી અભ્યારણ્યને એક યુનિક લોકેશન માને છે.

 અભ્યારણ્ય નો હાલ કેવો છે નજારો તે જોવા ઉપરના વિડીયો પર ક્લીક કરો