ભાઈઓ...બહેનો..આ છે સલામત એસ.ટી...

વાંચશો તો ખબર પડશે શું થયું..

ભાઈઓ...બહેનો..આ છે સલામત એસ.ટી...

Mysamachar.in-વડોદરા:
 
આપણે ત્યાં રસ્તાઓ પર દોડતી રાજ્ય સરકારની બસોમાં ભલે સુત્રો કંડારવામાં આવે કે સલામત સવારી એસટી અમારી..પણ આવા સુત્રો કેટલા સાચા છે તે નાગરિકો જાણે છે,આજે પણ સલામત સવારીનો દાવો ખોલી કાઢતી આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે,


 
વડોદરાથી સાવલી આવતી બસનું પૈડું ચાલુ બસે નીકળી જતા મુસાફરો ના જીવ અદ્ધર થઇ ચુક્યા હતા,સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી,વડોદરામાં પાણીગેટ સંચાલિત ડેપોની આ બસ ફાળવાઈ હોવાનું સામે આવે છે,ત્યારે સવાલો તો એ પણ થાય કે સરકારી બસોના મેન્ટેનેન્સને લઇને વાર્ષિક કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. છતાં બસોમા છાશવારે બનતી આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી,અને અંતે મુસાફરોને હાલાકીનો મોટો સામનો કરવો પડે છે.