આ યુવતીમાં છે ગજબનું ટેલેન્ટ, જાણીને તમને પણ નહીં થાય વિશ્વાસ !

પિતા-દાદાએ શીખવી કળા

આ યુવતીમાં છે ગજબનું ટેલેન્ટ, જાણીને તમને પણ નહીં થાય વિશ્વાસ !

Mysamachar.in-સાબરકાંઠાઃ

યાદ શક્તિ વધારવા માટે લોકો નીતનવા અખતરા કરતાં હોય છે, જેમાં કહેવાય છે કે કાજુ-બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. જો કે એક યુવતી એવી છે જેને કાજુ બદામ ખાધા વગર જ 200 વર્ષનું કેલેન્ડર કડકડાટ યાદ છે. તમે તેણીને કોઇપણ વર્ષના કેલેન્ડરની તારીખ કહેશો તો તમને સેકન્ડોમાં જ એ તારીખે કયો વાર આવશે તે જણાવી દેશે. મૂળ સાબરકાંઠાના ઇડર તાલુકાના બડોલી ગામમાં રહેતી હેલી પ્રજાપતિને આ કળા વારસામાં દાદા અને પિતા દ્વારા મળી છે. 20 વર્ષિય હેલીને 1801થી લઇ 2020 સુધીનું કેલેન્ડર યાદ છે. એમએસસી માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ હેલી હજુ પણ વધુ વર્ષોના કેલેન્ડરને યાદ કરવા મહેનત કરી રહી છે. પોતાની આ કળાને કારણે હેલીને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. હેલી આ કળા તેના પિતા અને દાદાની રોજની કામની ડાયરી પરથી શીખી હોવાનું કહે છે. દાદા અને પિતાએ આ કળા પોતાની દીકરીને 9 વર્ષની વયે જ શીખવવાનું શરૂ કર્યું હતું.