હાલારમાં સ્ત્રી અત્યાચારોના વધી રહેલા બનાવો..

આજે પણ બે કિસ્સા આવ્યા સામે 

હાલારમાં સ્ત્રી અત્યાચારોના વધી રહેલા બનાવો..
symbolic image

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સ્ત્રી અત્યાચારોના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો તેવા અનેક કિસ્સાઓ પોલીસ દફતરે નોંધાતા રહે છે,કેટલાય કિસ્સાઓમાં તો પરિણીતાઓ મોત ને પણ વ્હાલું કરી લે છે,તો અમુક કિસ્સાઓમાં પરિણીતાને તેના પરિવારજનો સળગાવીને અથવા તો દવા પીવડાવીને મારી નાખવા સુધીના પ્રયાસો તો કોઈ મા સ્ત્રી પોતે જ આપઘાત કરી લે તેવા કિસ્સાઓ વધી  રહ્યાનું પણ પોલીસ ચોપડે નોંધાયું છે,ત્યારે આજે જામનગરમાં સ્ત્રી અત્યાચારના વધુ બે કિસ્સાઓ સામે આવ્યા છે.

જેમાં પ્રથમ કિસ્સાની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના સડોદર ગામે રહેતા અંજલીબેન પંચાલે તેના પતિ અશોક પરબતભાઈ પંચાલ વિરુદ્ધ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે પોતાનો પતિ દારૂ પીવાની ટેવવાળો હોય લગ્નજીવન દરમિયાન અન્ય કોઈ સ્ત્રી સાથે મૈત્રીકરાર કરી લઇ અને અંજલીબેનને ઘર બહાર રહેવાની ફરજ પાડી દુઃખત્રાસ આપતો હોય અંજલીબેને અંતે કંટાળી જઈને પોતાની મેળે કેરોસીન છાંટી સળગી જતા હાલ તેવોની સારવાર ચાલી રહી છે,

જયારે જીલ્લાના બીજા સામે આવેલ કિસ્સાની વાત કરવામાં આવે તો  જામનગર તાલુકાના અલીયા ગામે રહેતા પુજાબેન વડગામાં ના લગ્ન અગીયારેક વર્ષ પૂર્વે નિર્મલ વડગામા સાથે થયેલા લગ્નજીવન દરમિયાન પતિ પત્ની પૂજાબેનને અવારનવાર ટોર્ચર કરતાં હોય અને પત્નીના ચારિત્ર્ય પર શંકા કુશંકાઓ કરી ફોન પણ રાખવા ના દઈ શારીરિક માનસિક દુઃખત્રાસ આપતા હોય જેથી કંટાળી ચુકેલા પૂજાબેને પોતાના જ પતિના ત્રાસથી ઘઉંમાં ભેળવવાનો ઝેરી પાઉડર પોતાની હાથે પી જતા હાલ તેવોની સારવાર ચાલી રહી છે.