આ છે એ લાંચિયા બાબુઓ...મામલતદાર કચેરી ACBની ઝપટે ચઢી ગઈ

મામલતદાર સહીત 4 ઝડપાઈ ગયા

આ છે એ લાંચિયા બાબુઓ...મામલતદાર કચેરી ACBની ઝપટે ચઢી ગઈ

Mysamachar.in-નવસારી

ગતસાંજે નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીના મામલતદાર યશપાલ ગઢવી, નાયબ મામલતદાર સંજય ઈશ્વર દેસાઈ તેમજ સર્કલ ઓફિસર શૈલેષ રબારી અને ક્લાર્ક કપિલ રસિક જેઠવાએ ફરિયાદીની માટી ભરેલી ટ્રકને છોડાવવા માટે 1,10,000ની લાંચ માંગતા ફરિયાદીએ નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો. આજે નવસારી અને સુરત એસીબીની ટીમે ત્રણેય લાંચિયા અધિકારી તેમજ કલાર્કને લાંચની રકમ સાથે રંગેહાથે પકડી પડ્યા હતા.માટીના ખનન અંગેની પરમીટ મેળવીને છુટક માટી વેચાણ કરનાર એક વેપારીનાં ટ્રક રોયલ્ટી પાસ હોવા છતા પણ જમા કરી લેવામાં આવ્યા હતા. આ ટ્રકો છોડાવવા માટે ફરિયાદી પાસે 1,10,000ની માંગ કરવામાં આવી હતી. નક્કી થયેલી રકમ અનુસાર પ્રથમ હપ્તાનાં 20 હજાર એડવાન્સ ફરિયાદી વ્યક્તિ આપી ચુક્યો હતો. જ્યારે બીજા બાકીનાં 90 હજાર રૂપિયા આપતા સમયે ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકુ ગોઠવીને 4 લાંચિયાઓની ધરપકડ કરી ઝડતી સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.