જામનગર:કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના ઘરમાંથી થઇ ચોરી

શકદાર તરીકે કામવાળી મહિલાનું નામ 

જામનગર:કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના ઘરમાંથી થઇ ચોરી

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓમાં વધુ એક ઘટનાનો વધારો થયો છે, જેમાં જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર મેઘના પટેલના ઘરમાંથી ચોરી થયાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસમથકમાં નોંધાઈ છે, મયુર ટાઉનશીપમાં વસવાટ કરતા કોર્પોરેટર મેઘનાબેન પટેલે પોતાના ઘરમાં રાખેલા ૫૦ હજાર રોકડા અને ૭૦૦૦ની કિમતના સોનાના દાગીના મળી કુલ ૫૭૦૦૦ ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી તેવોએ શક્દાર તરીકે તેમના  ઘરે કામ કરવા આવતી ટીના તરાવીયા નું નામ આપ્યું હોય સીટી એ ડીવીઝન સર્વેલન્સ સ્કવોડ પીએસઆઈએ વધુ  તપાસ હાથ ધરી છે.