વ્યાજના આપી શકનાર ને મળી ધમકી

ફરિયાદો અવિરત

વ્યાજના આપી શકનાર ને મળી ધમકી

Mysamachar.in;જામનગર;

જામનગરમા પોલીસના વ્યાજખોરીના લોકદરબાર બાદ વ્યાજખોર શખ્સોના સિતમ નો ભોગ બનનાર અરજદારો આગળ આવી રહ્યા છે,ત્યારે આજે વધુ એક કેસ સામે આવ્યો છે,જેમાં સિક્યુરિટી નું કામ કરતાં દીપકભાઈ મુનાણીએ નરેન્દ્રસિંહ ઉર્ફે ચીકુભાઈ પાસેથી વ્યાજે ૫૫૦૦૦/- જેટલી રકમ અલગ અલગ ટકાવારીથી લીધેલ હતી,જેનો વ્યાજનો હપ્તો ચુકાઈ જતા ચીકુભાઈ ગુસ્સે ભરાયા હતા અને વ્યાજની ઉઘરાણી માટે બેફામ ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા દીપકભાઈએ આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.