તળાવ ઊંડા કરવાની કામગીરી અંગે તંત્રએ વિગતવાર જવાબ આપવો પડયો..

ગંભીરતાથી સુચના આપવામાં આવે છે,ત્યારે..

તળાવ ઊંડા કરવાની કામગીરી અંગે તંત્રએ વિગતવાર જવાબ આપવો પડયો..
ફાઇલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

હાલારમાં ગત ચોમાસામાં વરસાદની ખેચ રહેતા જેમ વર્ષોથી ચાલ્યુ આવે છે,તેમ અમુક વિભાગને તો જલસો પડી જાય છે,માટે તો અછત રાહતના કામ અંગેની વિગતો જાહેર કરવામાં આવતી નથી,પરંતુ ધારાસભ્યએ વિગતવાર માહિતી માંગી હતી,જેમાં પ્રથમ તો અધુરા-અંગત જવાબો આપીને ટાળવામાં આવ્યુ હતું,પરંતુ અંતે જિલ્લા કલેકટરની સુચનાથી વિગતો જાહેર કરવાની નોબત આવી છે,

 
(ઉલ્લેખનીય છે કે વહિવટી પારદર્શીતના જિલ્લા કલેકટર ખુબ જ આગ્રહી છે,સંકલનની મીટીંગને પણ ખુબજ ગંભીરતાથી લે છે,અને પદાધિકારીઓના પત્રોના પ્રશ્ર્નોના તુરંત જવાબ અપાય તેનો આગ્રહ રાખી દરેક મીટીંગમાં સુચના આ આપે છે,તે બાબત મીનીટસમાં નોંધાયેલી છે.) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આપેલા વિસ્તૃત જવાબ મુજબ કાલાવડ તાલુકાના ૧૮ ગામો,જામજોધપુર તાલુકાના ૬,જામનગર તાલુકાના ૧૧,ધ્રોલ તાલુકાના ૧૮,લાલપુર તાલુકાના ૦૪ ગામોનો સમાવેશ થાય છે,આમ કુલ ૪૩૦ ગામોમાંથી માત્ર ૫૭ જ ગામોનો સમાવેશ થયાનું દર્શાવાયું છે,

સમગ્ર કામગીરીમાં એકંદર જોઇએ તો 428 લાખનો ખર્ચ થયાનું જણાવાયુ છે,છતાં પરિસ્થિતિએ થઇ કે કેટલાક ઊંડા ખોદાયા,કેટલી જળ સંગ્રહ શકિત વધી તે તો દર્શાવ્યુ જ નહી ને મંજુર થયેલા કામ,હાથ ધરાયેલા કામો,રકમ ચુકવાયેલા કામો એ અંગેના જુદા જુદા પત્રકો દર્શાવી કાગળો ચીતરી દેવામાં આવ્યા છે.પરંતુ એકંદર મોટાભાગની વિગતો તો જાહેર કરવી પડી છે,તેટલી રાહત છે.આમ,તંત્રને જ્યારે ગંભીરતાથી સુચના આપવામાં આવે છે,ત્યારે વિગતો જાહેર કરે છે,બાકી બને ત્યાં સુધી પોતાની વહિવટી ભાષામાં ઉતરો આપી દેવાય છે.

ઉંડ જળ સિંચન હેઠળના ૧૬ લાખના કામો અલગ

ઉંડ જળ સિંચન હેઠળના જામનગર તાલુકાના 6, લાલપુર તાલુકાના ૦૩,જોડિયા તાલુકાના ૦૩,અને ધ્રોલ તાલુકાના ૦૧ તળાવને ઊંડુ કરવામાં આવ્યુ છે,જેનો ખર્ચ ૧૬ લાખ દર્શાવાયો છે,ખરેખર આ ખર્ચ અને કામ તો લોકભાગીદારીથી કરવામાં આવ્યા છે,માત્રે વિભાગે 100 ટકા ચુકવણા કર્યા નથી.ઉપરાંત સંખ્યાબધ કામોમાં વિભાગે પોતે ચુકવવાના નાણા પુરેપુરા દરેક કામના હજુ ચુકવ્યા નથી તેના જુદા જુદા કારણો જાહેર થયા છે.