શહેર સહિત હાલારમા કોંગ્રેસે હાથ હેઠા મુક્યા અને મિલાવ્યા પણ ખરા...

પક્ષનુ નહી પોતાનુ હિત?

શહેર સહિત હાલારમા કોંગ્રેસે હાથ હેઠા મુક્યા અને મિલાવ્યા પણ ખરા...

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

અસ્તિત્વની લડાઇ એ પ્રાણ બચાવવાના જંગ જેવી કસોકસ અને કટોકટી ભરી હોય છે,તેમાય રાજકારણમા નામોશી મળે બાદમા પણ ટકી રહેવા શાણપણ વાપરી જો વિપક્ષમા હોય તો  સતાનો હાથ કે પગ પકડી ટકી રહેવુ યોગ્ય લાગતુ હોય તેવી થીયરીની સ્થિતિમા હાલ.કોંગ્રેસ મુકાયુ છે,અને એ ન થાય તો હથીયાર હેઠા મુકી દેવામા પણ શાણપણ છે,તેમ માની હાલ તો જામનગર સહિત હાલારના બંને જિલ્લામા કોંગ્રેસ એવી દયનીય સ્થિતિમા  મુકાયેલ છે કે જ્યા જરૂર છે ત્યા કોઇ મુખ્ય હોદેદાર મુકી શકતી નથી કાં તો કોઇ નામોશી ભર્યો કે કાંટાવાળો તાજ પહેરવા તૈયાર નથી..

ગત પંચાયત ચુંટણીઓ અને વિધાનસભા ચુંટણીઓમા કાઠુ કાઢનાર કોંગ્રેસ લોકસભા ચુંટણી અને જુદી જુદી પેટા ચુંટણીઓમા ઉંધે કાંધ પટકાય જતા અનેક વહાણમા કાણા પડે ને કુદી જાય તેવી  રીતે કુદવા લાગ્યા છે,અમુક વંડી ઉપર બેઠા છે,માત્ર મહાપાલીકા,સુધરાઇઓ,પંચાયતોમા ગોઠવાયેલુ છે,તે ચીપકેલા છે.?પરંતુ તેનાથી સંગઠન ને કોઇ ફાયદો કે મજબુતાઇ નથી કેમ કે મોટાભાગના સ્વકેન્દ્રી છે.

-પક્ષનુ નહી પોતાનુ હિત

જામનગર શહેર  જેવા મહત્વના સંગઠનમા પ્રમુખની જગ્યા ખાલી હોય જિલ્લાઓમા પ્રમુખ હોય તે મોટાભાગે નિષ્ક્રીય જેવા હોય સેકન્ડ કેડર જેવુ તો ખાસ કંઇ હોય જ નહી યુવા સંગઠન જુજ કોર્પોરેટરો કે સદ્ધર પંચાયત સભ્યો ક્યારેક સતા સામે વિરોધ કરવા વાછટની જેમ કાર્યક્રમો યોજી બાદમા કોઇ કારણોસર થોડો સમય સુસુપ્ત થઇ જાય તેમા સમગ્ર પાર્ટીના હિતના બદલે સ્વ પ્રસિદ્ધી કે કોઇ અટકતા લાભના હેતુ હોવાનુ રાજકીય વિશ્ર્લેષકોએ જામનગર શહેર , જિલ્લો,દ્વારકા જિલ્લામા સર્વેક્ષણ કરીને સમગ્રપણે તારણ કાઢ્યુ છે,

-લાભ માટે ઢળતા નેતા, કાર્યકર્તાઓ કોણ?

સમીક્ષકો એવુ કહે છે કે માત્ર નેતાઓની ગણાતી પાર્ટી કોંગ્રેસમા કાર્યકર્તાઓ તો જુજ છે,તેમા વળી ભાજપે ગાબડા પાડી દીધા છે,વળી જે નેતાઓ છે તેમાય હમણા-હમણા થી કાં તો નિષ્ક્રીયતા વધી છે,કાં તો પોતાના લાભ માટે સતાધારી સાથે જુદા-જુદા ખેલ નુસખા કે વિરોધ  કરી ખાનગીમાં હાથ મિલાવી પોતાનુ સાજુ કરવામા પડ્યા હોય સંગઠનની ખાલી જગ્યા ભરવામા રૂચી જ દાખવતા નથી જે ચુટાયા છે,તેઓનુ પોતાનુ વર્તુળ છે,તેના પુરતા જ સક્રિય છે તેથી જ શહેર અને બે ય જિલ્લામા પુરેપુરૂ સંગઠન ક્યારેય એકધારૂ રહ્યુ જ નથી,ઉપરથી પ્રમુખ જેવી મહત્વની જગ્યા ખાલી પડી છે...તેમજ સંગઠનના અન્ય હોદેદારોને સંગઠનમા રૂચિ નથી હા સતાપક્ષ ને વ્હાલા થનારા અમુક તેની પાર્ટીને અંદર રહી ખોખલી કરે છે,માટે જ કહેવાય ને કે અન્ય કોઇ ની જરૂર નથી ઘરના ભેદી જ નુકસાન કરવા પુરતા છે,વળી સંગઠન સંખ્યાનો વ્યાપ કરવામા ક્યારેય રૂચી દાખવી ન હોય મોટાભાગે નેતા જ છે કાર્યકર્તાઓ નથી અને ઉપરથી અમુક નેતા સતા પક્ષની તરફ ઢળેલા હોય પોતાની પાર્ટીને મજબુત કરવાનુ કોરાણે મુકી લાભ લેવામા વધુ વ્યસ્ત છે કેમ કે  એકંદર દૂર દૂર સુધી સતા જિલ્લા કક્ષાની સ્થાનીક સ્વરાજ્યમાં પણ હવે મળે તેમ ન હોય હાથ હેઠા મુક્યા છે,અને જુજ વિપક્ષી પોતાના કામ કઢાવવા સિવાય સંગઠન તરફ જોતા જ ન હોય શહેર સહિત સમગ્ર હાલારમા કોંગ્રેસ પીછા વગરના પંખી જેવી હાલત તરફ ઢસડાતી હોવાનુ રાજકીય સમીક્ષકો ઉમેરે છે.