વીજચોરીમા દર્શાવાતા મસમોટા આકડા પાછળ છુપાયુ છે રહસ્ય

વીજચોરીમા દર્શાવાતા મસમોટા આકડા પાછળ છુપાયુ છે રહસ્ય

Mysamachar.in-જામનગર:

જામનગર અને દ્વારકા જિલ્લામા વીજચેકીંગ કાર્યવાહી બાદ ખાસ કંઇ તંત્ર ને ફાયદો પણ થતો નથી,અને ઉપરથી ચેકીંગ કામગીરીમા પણ કચાશ રખાય છે,તેમજ આ કામગીરી અમુક વિસ્તાર પુરતી જ સિમિત રખાય છે,તેના ઘણા કારણો છે આવા તો અનેક કારણો વચ્ચે રેકર્ડ ઉપર મોટા આકડા દર્શાવવા પાછળના રોચક રહસ્યો હોવાનુ જાણકારોમા ચર્ચાય છે,

હાલારમા વીજચોરીના રેકેટ માટે અનેક રસ્તા અનેક ગઠબંધન અનેક ગોઠવણ અનેક કમીટમેન્ટ છે તેવી જ રીતે વીજ ચોરી પકડવાની કામગીરી કેમ કરવી ક્યા કરવી ક્યા ન કરવી ક્યાથી કિનારો કરી લેવુ તેનુ પણ રહસ્યમય ભેદી આયોજન હોય છે.?જે કોઇ ભેદી શકતુ નથી ઉપરથી જો ચેકીંગ કરવુ જ પડે તો શુ ખામી રાખી દેવી જેથી સૌના ગોઠવાયેલા " હિત" પણ જળવાયેલા રહે,તાજેતરમા સતત ઝુંબેશ કરી એક કરોડની વીજ ચોરી ઝડપી લીધાનુ જાહેર થયુ હતુ પરંતુ તપાસનો અને સંશોધનનો વિષય એ છે કે તેમાંથી આવક કેટલી થઇ? ખાસ કંઇ નહી માટે જ એ આકડા જાહેર થતા નથી,

વીજચોરી માટે લંગર નાંખવા,મીટર બાયપાસ કરવુ, ખાસ ડીવાઇસથી બહારથી જ રિડીંગ રિવર્સ કરવા,મીટર બાળી નાંખવા,શોર્ટ સરકીટ કરાવી દેવી સહિતના અનેક નુસખા અમલમા છે,તે તો મોટાભાગના વીજ કર્મચારીઓના ધ્યાનમા છે,ઉપરથી કરૂણતા સાથેનુ આશ્ર્ચર્ય એ છે કે આવા અનેક કિસ્સામાંથી અમુકને તો ખાસ રક્ષણ છે,

-શહેરમાં ઝુંબેશ પર વધુ ફોક્સ.

છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરમા જ વધુ વીજચેકીંગ થાય છે,જિલ્લામા હાઇવે ઉપર અંતરીયાળ વિસ્તારના જુદા-જુદા કારખાનાઓ વગેરે મોટાભાગે અનટચ રહે છે,જેમ કે તાલુકામા જંગી ચોરી પકડ્યા બાદ પારોઠના પગલા ભરવા તેના બદલે જવુ જ નહી તેવુ પણ અમુક અધિકારીઓએ નક્કી કરી લીધુ છે,તેમાંય બેડેશ્ર્વર,દરબારગઢ,ઉદ્યોગનગર,નગરસીમ,તેમજ ગ્રામ્ય અમુક લગત સબડીવીઝનોમા સ્થાનીક અધિકારીઓ કર્મચારીઓની જાણમા ઘણી વખત જંગી ચોરી થતી રહેતી હોય તેવા કિસ્સા પણ છે,તેમ આ સ્ફોટક વિગતો આપતી વખતે સુત્રો ઉમેરે છે

-રોજકામ અને શેડ્યુઅલમા ચોક્કસ ધાંધીયા

વીજ ચેકીંગમા  હમણા-હમણા તો ઘણા વખતથી ઓંચીતા ચેકીંગ શરૂ કરી ઓચીંતા પુરૂ કરી દેવાય છે ,એટલે આમ તો દેખાવ પુરતુ કામ થઇ જાય એટલે ઘણુ ઠોસ કામ ન થાય તો ચાલે અથવા ક્વોલીટી કેસ ન થાય તો પણ ચાલે તેવી રીતે કામ આટોપાય છે,તો વળી અમુક સ્થળોએથી તો ચેકીંગ ટીમ  લીલા તોરણે પાછી જાય છે,કાં તો ચેક કરી લીધા બાદ ભારે મથામણમા મુકાઇ જતા હોય છે,ઉપરાંત ચેકીંગ વખતે રોજકામમા ચોક્સાઇ ન રાખવાની અને ખામીઓ  ખાસ પદ્ધતી અમુક કિસ્સામા  અમલમા છે,જેથી આગળ જતા કેસ ટકી ન શકે એકંદરે વીજચોરી કરનારને લાભ થાય અને સૌનુ જળવાય જાય આવી તો અનેક બાબતો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વીજચોરી પોષવાના અનેક  રહસ્યો કહેવાતા દેખાડો કરવાના મસમોટા આકડા પાછળ વીજ કંપનીનુ નહી પરંતુ ગઠબંધન અને ગોઠવણનુ હિત સચવાયેલુ છે,તેમ પણ વધુમા જાણકારોએ ઉમેર્યુ છે