કાયદા વિરૂદ્ધ કા.ઇ.ની લાયકાતમા ફેરફાર કરતુ કોર્પોરેશન

માનીતા ને મોટી પોસ્ટ આપવાનો કારસો

કાયદા વિરૂદ્ધ કા.ઇ.ની લાયકાતમા ફેરફાર કરતુ કોર્પોરેશન

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશને કાર્યપાલક ઇજનેર ડ્રેનેજની  પોસ્ટમા એક માત્ર " માનીતા" ને પોસ્ટીંગ આપવા માટે કાયદા વિરૂદ્ધ લાયકાતોમા ફેરફાર કર્યો માટે સમગ્ર પ્રક્રિયા જ ગેરકાયદેસર બની ચુકી છે.આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળેલી સીલસીલાબંધ  વિગતો મુજબ પ્રથમ વખત કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ માટે ભરતીની જાહેરાત ૨૦૧૬મા   આપવામા આવી તેમા લાયકાત બી.ઇ.સીવીલ અને ૧૦ વર્ષનો ભુગર્ભ ગટરનો અનુભવ હોવો જોઇએ તે વખતે એક જ અરજી ભાઈ અમીતની જ માન્ય રખાઇ બાદમા કોઇ કારણસર ભરતી પ્રક્રિયા રદ થઇ હતી.

ત્યારબાદ વર્ષ ૨૦૧૭મા આ જગ્યા માટે ફરી ભરતી પ્રક્રિયામા લાયકાતના ધોરણમા ફેરફાર કરી બી.ઇ.સીવીલ અને દસ વર્ષનો અનુભવ અથવા માસ્ટર ડીગ્રી અને પાંચ વર્ષનો અનુભવ કરાયો હતો,લાયકાતમા ફેરફાર કરવાની સતા તો સરકારની છે,તો કોર્પોરેશનએ કઇ સતાથી આ ફેરફાર કર્યા તેવો પ્રશ્ર્ન  ઉઠાવાયો તે રેકર્ડ ઉપર છે,વળી ભરતી ની ટાઇમ  લીમીટ જતી રહી હોવા છતા આ ભરતી પ્રક્રિયા કન્ટીન્યુ રખાઇ અને ૨૦૧૬ થી શરૂ થયેલી પ્રક્રિયા અત્યાર સુધી એટલે કે ૨૦૧૯ સુધી ચાલતી રહી....

આમ આ બંને બાબતો કાયદા વિરુદ્ધ છે તેવી પણ ફરિયાદ ઉઠી છે,કેમ કે લાયકાત ફેરફાર અને સમય મર્યાદામા પ્રક્રિયા પુરી ન થઇ તે બે મુખ્ય બાબત કાયદા ભંગ સમાન છે,ઉપરાંત માનીતાને લેવા માટે અને સીધી મોટી પોસ્ટ આપવાના કારસામા ઇન્ટરવ્યુ,પરીક્ષા અને અનુભવની બાબતે ભાઇ કણસાગરા માટે ખુબ જ બાંધછોડ કરી અન્ય લાયક ઉમેદવારોને ઘોર અન્યાય કર્યો તે તો અલગથી કારસ્તાન ગણાય આમ એકથી વધુ કાયદા ભંગ કરી આ જ ઇજનેર ને જ પસંદ કરવા શા માટે ખેલ રચાયો હશે તે સ્વાભાવિક રીતે સૌ અનુમાન કરી શકે અને મોટેપાયે રંધાયાની સહેજે પ્રબળ આશંકા ઉભી થાય જ ને?

-"માહીર" ખેલાડીનો હાથ પકડી જંગી " મલાઇ" માટે ત્રીપુટીની દાઢ ડળકી

ભુગર્ભ ગટર વિભાગમા સદગત ઇજનેર હેડ હતા પરંતુ ઘણા ચાર્જ હોય ધ્યાન  ન આપી શકાય તે સ્વાભાવિક છે,દરમ્યાન ભાઇ કણસાગરાએ પોતાની આવડતનો નમુનો દર્શાવ્યો અને પોણા બસ્સો કરોડનુ જે કામ થયુ તેમાંથી મોટાભાગનુ તેમના દેખરેખ અને હિસાબ કિતાબ હેઠળ જ થયુ હતુ સાથે સાથે આટલી જંગી ગ્રાન્ટ જ્યાંથી આવી હોય ત્યાંથી માંડી નાનામા નાના ચુકવણા સુધી "બાંધેલુ" હોય એ સ્વાભાવિક છે,તેમજ ફરિયાદો પણ ખૂબ જ ઉઠતી જનરલ બોર્ડ ગાજતી લોકો રજુઆતો માટે ધસી આવતા અમુક ચોક્કસ હેતુથી અરજીઓ કરતા કે પ્રશ્ર્ન ઉઠાવતા ત્યારે તમામ મોરચે ભાઇ અમીત કામની ગુણવતાના ભોગે ઉકેલ લાવતા હતા તે બાબત કોર્પોરેશનની અંદરના અને બહારના વજનદારોના ધ્યાનમા આવી માટે એક તરફ આ ઇજનેરની  પદની મહત્વકાંક્ષા અને માથાઓનો મલાઇ માટે મળેલો સાથ બંને બાબતો રંગ લાવી અને ત્રીપુટી આ ભાઇને ઉચ્ચ પદ અપાવવા ડળકતી દાઢ સાથે સક્રિય થઇ પોતાની સતા રૂતબા અને શક્તિના જોરે કાયદા ચાતરી ભાઇ અમીત માટે મેદાન સાફ કરી અંજામ સુધી પહોંચાડ્યા હવે માત્ર કમિશનરની વહીવટી મંજુરી ની જ પ્રક્રિયા બાકી છે,ત્યારે હજુય સમગ્ર પર્દાફાશનો મોકો છે જો કોઇ એ મોકો લેવા માંગે તો, નહિ તો જે રીતે "કરાર" અને "અવેજ" પ્રક્રિયા થઇ છે,તે મુખ્ય લાભ લેનાર માટે અવિરત જ રહેશે તેવી દહેશત ભરી ચર્ચાઓ સંભળાય છે.