જાલીનોટનું રેકેટ,જાણો કઈ કઈ નોટો છપાતી હતી

૨.૨૧ લાખની છે નોટો

જાલીનોટનું રેકેટ,જાણો કઈ કઈ નોટો છપાતી હતી

Mysamachar.in-અમરેલી:

સૌરાષ્ટ્રમાં વધુ એક વખત જાલી નોટોના રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.અમરેલી એલ.સી.બી.એ ઇકો કારમાંથી 2 લાખ 21 હજાર ની ચલણી નવી નોટો સાથે 2 શખ્સોને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે,

અમરેલી એલસીબીએ ઝડપાયેલા બે શખ્સો પાસેથી 2 હજારના દરની 53 નોટો, 500 ના દરની 97 નોટો, 200 ના દરની 212 નોટો, 100 ના દરની 240 નોટો, 50 ના દરની 40 નોટો, 10 ના દરની 2 નોટ કબ્જે કરી છે,2 હજારથી લઈને 10 રૂપિયા સુધીની બનાવટી નોટો ઝડપાઇ હોવાનું સૌરાષ્ટ્રમાં લગભગ પ્રથમ વખત સામે આવ્યું છે. 

પોલીસે ઝડપી પાડેલા 2 આરોપી પાસેથી કલર પ્રિન્ટર મશીન સહિત 2 લાખ 53 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,ઝડપાયેલ શખ્સોમાંનો એક જૂનાગઢના મેંદરડાનો જ્યારે બીજો શખ્સ રાજસ્થાનનો હોવાનું સામે આવી રહ્યું છે.ઝડપાયેલ જાલી નોટોનું નેટવર્ક ક્યાં સુધી વિસ્તરેલું છે.તેની પણ અમરેલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.