ગુણવતાવાળી મગફળી પણ ખરીદ કરવામાં ના આવતા ધારાસભ્ય પહોચ્યા યાર્ડે..

સરકાર સામે કર્યા આક્ષેપો

ગુણવતાવાળી મગફળી પણ ખરીદ કરવામાં ના આવતા ધારાસભ્ય પહોચ્યા યાર્ડે..

mysamachar.in-અમરેલી

ટેકાના ભાવની મગફળી ખરીદીમાં ખેડૂતોની મગફળી વિના કારણે રિજેક્ટ થતી હોવાની ફરિયાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસી પર ઉઠતા ખેડૂતેએ હોબાળો મચાવી દેતા ધારાસભ્ય પ્રતાપ દુધાત એપીએમસીએ પહોંચીને અધિકારીઓને ખખડાવ્યા હતા,

અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસી ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદીમાં ખેડૂતોની મગફળી ભેજ ઉતારાને કારણે તંત્ર દ્વારા  રિજેક્ટ થતી હોવાની ફરિયાદો ખેડૂતે ધારાસભ્ય દુધાતને કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ સાવરકુંડલા એપીએમસી ખાતે પહોંચ્યાં હતા જ્યા મામલતદાર અને ટેકાના ભાવની ખરીદી કરતા નાફેડ ના અધિકારી ને બોલાવીને સઘળી વિગતો જાણી હતી,

ખેડૂતોએ ધારાસભ્ય દુધાતને ઉતારો અને ભેજ બરોબર હોવા છતાં તંત્ર મગફળી રિજેક્ટ કરવાની વાત કરતા ધારાસભ્ય દુધાત ઉકળી ઉઠ્યા હતા અને તંત્રના અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા અને ટેકાના ભાવનું સેમ્પલીંગ સહિત ભેજ ઉતારા ની પ્રક્રિયા માં ધારાસભ્ય દુધાત જાતે જઈને બેસીને ખેડૂતોના ઉતારા ભેજ નું નિરીક્ષણ કર્યું હતું અને સરકાર સામે ખેડૂતોને થઇ રહેલ હેરાનગતિ અંગે સરકાર સામે ભારે રોષ પણ ઠાલવ્યો હતા.