પોલીસ પત્નીની હત્યા કરી પતિ થયો ફરાર...

તથ્ય સુધી પહોચવા પોલીસની તપાસ

પોલીસ પત્નીની હત્યા કરી પતિ થયો ફરાર...

mysamachar.in-જુનાગઢ:

આપણે ત્યાં કહેવત છે કે જર, જમીનને જોરું ત્રણે કજીયાના છોરું.. બસ એવું જ બન્યું છે જૂનાગઢ માં.. પતિ જ બન્યો હત્યારો. તારીખ 28 ઓક્ટોબર ની રાત્રીના જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતી અને પોલીસ વિભાગમાં મહિલા એ.એસ.આઈ મહિલા પોલીસ કિરણ જોશીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે,

પોતાના પત્ની ની હત્યા કરી ફરાર થઇ જનાર કિરણ ના પતિની શોધખોલ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે,અને ઘટના અંગે વધુ પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટના બનવાથી પોલીસ મહિલાની ખુદના ઘરમાં સુરક્ષા નથી તો અન્ય મહિલાઓનું શુ,..એવો પણ લોકચર્ચા નો વિષય બન્યો છે.

વિસાવદર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતી મહિલા પોલીસ   કિરણ જોશી કે જેઓ પોતાના ઘરે મધુરમ વિસ્તારમાં રહેતા હતા,હજુ 6  મહિના પહેલા પંકજભાઈ જોશી સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા હતા.પણ ગત.રાત્રીના કિરણ ના પતિ પંકજ એ તિક્ષણ હથિયાર વડે પોતાના બેડ રૂમમાં જ પત્નીની હત્યા કરી અને ફરાર થઇ ગયો હતો. 

પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ કરતા પ્રાથમિક કારણ જમીન મિલકતના ઝગડામાં એએસ આઈ કિરણ જોશીની હત્યા કરવામાં આવ્યાનું તારણ પર પહોચી છે,પોલીસે કિરણ જોશીના  માતા પિતા ને જાણ કરવામાં આવી ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા, અને તુરંત જ આવા પહોંચતા કિરણ જોશીની લાશ ને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી.કિરણબેન ને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારવામાં આવતા માથા ને તમને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે જેના કારણે મૌત થયું હોવાનું અનુમાન છે. 

મૃતક એએસઆઈ કિરણબેન ના પરિવારજનોની શંકાના આધારે પોલીસે મૃતક એએસઆઈ કિરણબેન ના પતિ, સાસુઃ નણંદ અને અન્ય બે શખ્સો સહિત પાંચ સામે ફરિયાદ નોંધી છે અને તેમની ધરપકડ પણ કરી છે તેમજ પોલીસે પંકજની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે .જો કે સાચું કારણ તો પતિ પંકજ પોલીસ સકંજામાં આવશે ત્યારબાદ માલુમ પડશે.
પણ હાલમાં જૂનાગઢમાં મહિલા પોલીસની હત્યા થી હાહાકાર મચી જવા પામ્યો છે.