સગીરવયમા થયેલ સગપણ બે પરિવારોને જેલના સળિયા સુધી પહોચાડશે

સગાઇ બાદ એક વર્ષ લગ્ન થયા હોય તેમ રહ્યા અને પછી.....

સગીરવયમા થયેલ સગપણ બે પરિવારોને જેલના સળિયા સુધી પહોચાડશે

mysamachar.in-દેવભૂમિદ્વારકા:

આજના જમાનામાં દરેક માતાપિતાને પોતાના સંતાનો સમયસર અને યોગ્ય જગ્યા એ સગપણ થાય તે માટે ચિંતાતુર હોય છે,અને તેને કારણે કેટલીક વખત ઉતાવળે સગપણ નક્કી કરી દેવાથી તેના કેવા પરિણામો આવે તેનો એક ચોંકાવનારો કિસ્સો દેવભૂમિદ્વારકા જીલ્લાના મીઠાપુરમા સામે આવ્યો છે,જેમાં એક સગીરાની માતા મીઠાપુર પોલીસ મથક ખાતે પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવતુ હોવાની ફરિયાદ નોંધાવવા ગઈ અને સગપણના ઓથાહેઠળ થયેલ દુષ્કર્મ અને બનાવટી સોગંદનામા સહિતની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે,

જે રીતે પોલીસ પાસેથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે જામજોધપુર અને મીઠાપુરના લોહાણા સમાજના એક દીકરા દીકરીની સગાઇ આજથી એકવર્ષ પૂર્વે બને પરિવારોની સહમતી થી પૂર્ણ થયા બાદ દીકરીની પરિવારએ સગાઇ કરતાની સાથે જ મીઠાપુરના જે યુવક સાથે સગાઇ થઇ હતી તેની સાથે રવાના કરી દીધી હતી,અને સગીરા અને યુવક બને લગ્નજીવન ગાળતા હોય તે પ્રમાણે સાથે રહેતા હતા,અને બને એ કોઈ રજીસ્ટર્ડ મેરેજ કર્યા સિવાય લગ્ન કર્યા હોય તે રીતે લગ્ન જેવા ફોટો અને સગીરાની માતાએ પોતાની પુત્રી સગીર હોવા છતાં પણ પુખ્તવયની હોવાનું સોગંદનામું પણ કરી આપેલ નું જાણવા મળે છે,પણ એકવર્ષ પછી બને વચ્ચે મનમેળ ના આવતા સગીરાએ તેની માતાને આ અંગે જાણ કરતાં સગીરાની માતા મીઠાપુર પોલીસ મથક ખાતે એકવર્ષ બાદ પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવવા પહોચી હતી,

પણ મીઠાપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ સી.બી.જાડેજા અને સ્ટાફ એ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા ભદ્રસમાજમાં જ ગંભીરભૂલ કહી શકાય તેવી બાબતો સામે આવી છે,અને પોલીસની તપાસમાં માત્ર સગાઈ કર્યા બાદ જ સગીરાને આરોપી યુવક સાથે મોકલી આપવામાં આવી હતી અને તેની માતા એ પણ ખોટું સોગંદનામું કર્યું હોય સગીરાના માતાપિતા વિરુદ્ધ,યુવક સહીત ૭ આરોપીઓ સામે દુષ્કર્મ,પૂર્વયોજિત કાવતરું,બોગસ સોગંદનામું સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.