મલ્ટીપલ સીમલેસ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશનનો શુભારંભ, પણ કરોડોની બાકી છુટશે..?

મલ્ટીપલ સીમલેસ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશનનો શુભારંભ, પણ કરોડોની બાકી છુટશે..?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાને વર્ષોથી કરોડોની લેણા હાઉસ ટેક્સ, વોટરટેક્સ, સહિતના બાકી લેવાના નીકળે છે, જે આંકડો કરોડોનો છે, ત્યારે આ નાણા કઢાવવા મનપા અવનવા ગતકડા અપનાવે છે, પણ ધારી સફળતા ત્યાં સુધી નથી મળતી જ્યાં સુધી મનપાની ટીમ મિલકતોને સીલ કરવા ના જાય...એવામાં ડિઝીટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા ભારત સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.  આ પ્રયત્નોનાં ભાગ રૂપે  મહાનગરપાલિકાઑ અને નગરપાલિકાઓમાં વધુને વધુ ડિજીટલ પેમેન્ટ થાય તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. અને પ્રોપર્ટી ટેક્સ અને વોટર ચાર્જના બીલો ઉપર QR Code Technology અને ભારત બીલ પેમેન્ટ સિસ્ટમ અપનાવવા બાબતે સૂચન થયેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના ડિજીટલ ટ્રાન્ઝેક્શન પ્રમોશનના ભાગરૂપે ઇ-ગવર્નન્સ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં અત્યાર સુધી પેમેન્ટ માટે નેટ-બેંકિંગ  ડેબિટ/ ક્રેડિટ કાર્ડ જેવા મર્યાદિત વિકલ્પોજ ઉપલબ્ધ છે, જામનગર મહાનગરપાલિકા દ્વારા  પ્રોપર્ટી ટેક્સ અને વોટર ચાર્જના ડિમાન્ડ બીલોમાં નેટ બેંકિંગ અને ડેબિટ/ક્રેડિટ કાર્ડના વિકલ્પો ઉપરાંત યુનિક અને ડાયનેમિક QR Code અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં QR Code સ્કેન કરી પેમેન્ટની સુવિધા આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય ફોનથી અને ફોનના સાદા કેમેરાથી પણ QR Code સ્કેન થઈ શકે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા એચડીએફસી બેંકના સહયોગથી ભારતમાં સૌ પ્રથમ સીંગલ પ્લેટફોર્મ પર મ્યુનિસિપલ ટૅક્સ અને વોટર ચાર્જિસના ચૂકવણા માટે નેટ બેંકિંગ અને ડેબિટ/ ક્રેડિટ કાર્ડ ઉપરાંત ૧૮ થી પણ યુ.પી.આઈ. અને વોલેટ વિકલ્પોની સુવિધા જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ છે, જેમાં ઓનલાઈન પેમેન્ટ માટે નાગરિકોને ડિજીટલ વોલેટ અને યુપીઆઈ સહિતના એક જ પ્લેટફોર્મ પરથી ૧૮થી વધુ પેમેન્ટના વિકલ્પો નીચે મુજબ પૂરા પાડવામાં જામનગર મહાનગરપાલિકા ગુજરાત રાજયમાં અને ભારત તમામ મહાનગરપાલિકાઓમા અગ્રેસર મહાનગરપાલિકા બનવા જઇ રહેલ છે.

ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અને નેટ બેંકિંગ ઉપરાંત હવે લોકો BHIM, PhonePe, GPay, Paytm, Whatsapp, Other UPI, Freecharge, Mobikwik, Jiomoney, ICash Card, ICICI Pockets,Itz CashCard, Yes bank, Vodafone M-Pesa, Xpay. નેટ બેંકિંગમાં ૬૦થી પણ વધુ બેંકોનો સમાવેશ કરેલ છે. અને સામાન્ય માણસો પોતાના સાદા ફોનથી પણ પેમેન્ટ કરી શકે તે માટે “ભીમ” એપની પણ સુવિધા શહેરીજનો માટે આપવામાં આવેલ છે. આમ, કોઈપણ નાગરિક વિશ્વના કોઈપણ ખૂણેથી પોતાના મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા મહાનગરપાલિકાના ટેક્સ અને ચાર્જિસનું ચૂકવણું કરી શકશે.આ ડિજીટલ પેમેન્ટ સુવિધાનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો છે ત્યારે જોઈએ કેટલો ફાયદો ડીજીટલ થકી મનપાને થશે...