મેડિકલ કોલેજની એ ઘટના..અંતે પોલીસમથકે પણ પહોંચી..

ગાંધીનગર સુધી લેવાઈ નોંધ..

મેડિકલ કોલેજની એ ઘટના..અંતે પોલીસમથકે પણ પહોંચી..

Mysamachar.in-જામનગર:

જામનગરમાં આવેલ ખ્યાતનામ એમ.પી શાહ મેડિકલ કોલેજના કથિત રેગીંગ કાંડ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીએ સિટીબી ડિવિઝન પોલીસ મથકમાં બે વિદ્યાર્થીઓએ જેને ફરિયાદી પાર્થ રાઠોડને માર મારી અને સામાન બહાર ફેકી દઈ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે બંને વિદ્યાર્થી ધવલ નાંઢા અને નયન કરમટા વિરુધ્ધ IPC કલમ 323,504,506(2) અને 114 મુજબ ગુન્હો નોંધાવ્યો છે,


મહત્વનું છે કે જામનગરની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રૂમ ફાળવાવની બાબતે આ ઘટના બની હોવાનું અને વિદ્યાર્થીઓનું આંતરિક ઘર્ષણ હોવાનું નિવેદન ડીન ડો.નંદિની દેસાઇ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું સાથે તેણે આ મામલો એન્ટિ રેગીંગ કમિટી ને પણ સુપ્રત કર્યો  હોવાનું જણાવ્યુ હતું,


જોકે ઘટનાની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાતા ગત સાંજે જિલ્લા કલેક્ટર રવિશંકર પણ મેડિકલ કોલેજ ખાતે દોડી ગયા હતા અને વિદ્યાર્થીઓ ભય મુક્ત વાતાવરણમા તબીબી અભ્યાસ કરે તે માટે જરૂરી સંબોધન કરી અને સૂચનો પણ કર્યા હતા.