અહેવાલની અસર,ખીજડીયા ગામે બંધ થઈ રેતીચોરી,બીજે ક્યારે.?

નામજોગ કલેક્ટરને થઈ હતી રજૂઆત

અહેવાલની અસર,ખીજડીયા ગામે બંધ થઈ રેતીચોરી,બીજે ક્યારે.?

Mysamachar.in-જામનગર:

ધ્રોલ તાલુકાના ખીજડીયા ગ્રામ પંચાયતના લેટરપેડ પર સરપંચ એસ.એમ.જાડેજા દ્વારા જામનગર જીલ્લા કલેકટરને સંબોધીને કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યું હતું કે, ઉંડ નદીમાંથી ખાણખનીજ અધિકારી, ધ્રોલ પોલીસ, પરાક્રમસિંહ, નાથાભાઈ, ખામુભાઈ સહિતનાઓ દ્વારા રેતીચોરીના રેકેટમાં સામેલ હોવાનો સીધો આક્ષેપ કલેક્ટરને સંબોધીને થયેલ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો, જેનો સૌપ્રથમ અહેવાલ Mysamachar.in માં પ્રસિદ્ધ કરાયો હતો. જેના પગલે ખાણ-ખનીજ વિભાગની પોલ ખૂલી હતી અને રેલો આવતા ખીજડીયા ગામે ઉંડ નદીમાં હાલ પૂરતી  રેતીની ખનીજચોરી બંધ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળે છે,

ધ્રોલ તાલુકાનાં ખીજડીયા ગામે ઉંડ નદીમાં છેલ્લા દોઢ વર્ષથી રેતીની ખનીજચોરી મામલે સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પગલા ન લઈ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું, ત્યારે અંતે સરપંચ દ્વારા કલેક્ટરને કરેલ રજૂઆત Mysamachar.in મોકલી હતી. જે અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ ગણતરીના દિવસોમાં જ તંત્રમાં ભાગદોડ મચી જતાં હાલ તો આ ગામે રેતીચોરી બંધ હોવાનું સરપંચના પતિ મહેન્દ્રસિંહ જાડેજાએ ટેલિફોનિક વાતમાં જણાવ્યુ હતું,

જામનગર જીલ્લામાં ખાસ કરીને ધ્રોલ-જોડીયામાં રેતીની ખનીજ ચોરીના મામલે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે અને તંત્ર દ્વારા જ માથે રહીને આ ખનીજ ચોરી કરાવતા આક્ષેપો થઈ રહ્યા હતા, જેની પાછળ  હપ્તાખોરી હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું હતું, ત્યારે ગ્રામજનો દ્વારા રેતીચોરીને મામલે વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પગલાં ભરવામાં આવતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ આ રેતીચોરીના રેકેટનો અહેવાલ Mysamachar.in માં પ્રસિદ્ધ થયા બાદ તંત્રની આંખ ખૂલી છે અને રેલો આવતા કાર્યવાહીના હાલ તો નાટક થઈ રહ્યા છે, જે કેટલો સમય ચાલશે તે સમય જ કહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.