આ ગેમથી social distance પણ જળવાશે અને ટાઈમ પણ પસાર થઇ જશે...

તો તમે પણ કરો ટ્રાય

આ ગેમથી social distance પણ જળવાશે અને ટાઈમ પણ પસાર થઇ જશે...

Mysamachar.in-જામનગર

Lockdownના સમયમાં લોકોને ઘરમાં રહી સમય કેવી રીતે પસાર કરવો તે પ્રશ્નનના અનેક જવાબ મળી રહ્યો છે અને વિવિધ ઇન્ડોરગેમના માધ્યમથી કલાકો નીકળી શકે છે, કેમકે ઘરમાં રહી સલામત રહી સમય પસાર થતો હોય તેવી સૌની લોકપ્રિય એવી એક હાઉસી ગેમ્સ છે, જે લોકોને તેમજ વહીવટી તંત્રને ખુબ જ ઉપયોગી નીવડે તેવી છે કેમકે લોકો ગપ્પા મારવા શેરીઓમાં ભટકતા હોય છે, અને તંત્ર તેઓને ઘરમાં રહેવા લાકડી પછાડે ટકોરથી હોય છે જેથી આ ગેમ તમામ માટે સરળતા પુરવાર કરે કેવી છે,

જામનગરના કેટલાક વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વસવાટ કરતા લોકો સોશિયલ distance જાળવવાની સાથે સરકાર દ્વારા lockdown માં સલામતી માટે આપવામાં આવેલી સુચનાઓ તેમજ સાવધાની રાખી હાઉસી ગેમ્સ રમી અને સોશ્યલ distance પણ જાળવીને આ ગેમ્સ રમવામાં કોઈ પ્રકારના કોરોનાનો ભય રહેતો નથી, જો ઘર મોટું હોય અને ફેમીલી મેમ્બર વધુ હોય તો પણ દુર દુર બેસીને આ ગેમ રમી શકાય, અને જો એપાર્ટમેન્ટમાં લોકો વસવાટ કરતા હોય તો પણ distance જાળવીને સમય પણ સરળતાથી પસાર થઈ જાય છે,

હાઉસી ગેમ  રમનારા લોકો એક સાથે  એકત્રિત થતા નથી પોતાના જ ફ્લેટમાં રહી આ ગેમનો લ્હાવો લે છે કેમ છે હાઉસિં ગેમ્સની ટીકીટો દરેક ફ્લેટ ધારકોને પહોંચાડી દેવામાં આવે છે અને એક વ્યક્તિ દ્વારા લાઉડ સ્પીકરમાં એનાઉન્સ કરી બોલાવવામાં આવે છે અને તેમાં પણ distance નો ગાળો રાખી ટિકિટની આપ-લે કરે છે જેથી આ ગેમનો મનપસંદ આનંદ જ કંઈ ઓર છે.