હાલારમા આર્થિકભીંસથી વકરતી ગુનાખોરી ધીરધાર શાખાનુ "મૌન"

પોલીસ પગલા લેવા મક્કમ...

હાલારમા આર્થિકભીંસથી વકરતી ગુનાખોરી ધીરધાર શાખાનુ "મૌન"

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દ્વારકા જિલ્લામા આર્થિકભીંસથી ગુનાખોરી વધી રહી છે,જેમા ગેરકાયદેસર ધીરધાર એક  મોટુ ગુનાખોરીનુ માધ્યમ બની રહ્યુ છે,તે માટે ધીરધાર શાખાનુ અકળ મૌન આ વકરતી સમસ્યા સામે  ધૃતરાષ્ટ્રની ભૂમિકામા છે,તેમ સામાજીક અને આર્થિક વિશ્લેષ્ણ કરનારા નિષ્ણાંતોનુ તારણ છે,હકીકત એ છે પોલીસ વિભાગ ખાસ કરીને એસ.પી.અને ઉચ્ચ અધીકારીઓ  તો  પ્રજાની પડખે છે,અને અનેક ખાનગી બાતમીઓ મળી હોવાથી જ  જામનગરમા સૌ પ્રથમ વખત વ્યાજના દુષણ સામે પગલા લેવા લોકદરબાર યોજાયો પરંતુ પોલીસ જહેમત ઉઠાવે તેના બદલે ધીરધાર અધિકારી ઇન્સપેક્શન કરવા નીકળે તો ઘણા કેસ કરી શકે તેમ છે,

ગુજરાત મની લેન્ડીંગ એક્ટ ૨૦૧૧ અનુસાર લાયસન્સ ધારક ધીરાણ કરે તેમા ૧૮ % અને ૨૧% જ વ્યાજ લેવાની જોગવાઇ છે,જેમા જુદા જુદા નિયમો છે કે ગેરંટી ન હોયતો વધુ વ્યાજ અને ગેરંટી મુકાય હોય તો ઓછુ વ્યાજ લેવાનુ હોય છે,તે માટે રજીસ્ટર નિભાવવાના હોય છે,આ દરેક બાબતો ધીરધાર અધિકારીએ ચેક કરવાના હોય છે,અને અનિયમિતતા હોય તો નોટીસ આપવી ખુલાસા માંગવા બહુ અનિયમિતતા હોય તો લાયસન્સ રદ કરવા સહિતના પગલા લેવાના હોય છે,પરંતુ એક તો લાયસન્સધારકોને ત્યા પણ નિયમિત તપાસ ન કરતુ તંત્ર ગેરકાયદે ફુટી નીકળેલા વ્યાજના હાટડાઓની શુ તપાસ કરશે? તે સમજી શકાય તેવી બાબત છે


-ઓફીશયલી ૨૨૮ માન્ય.....અમાન્ય અસંખ્ય

સમગ્ર જિલ્લામા ધીરાણ પરવાના માત્ર ૨૨૮ છે,જ્યારે અમાન્ય તો અસંખ્ય છે...એકલા જામનગરમા જ ગેરકાયદે ધીરધાર કરનાર ૭૮ જેટલા ગૃપ છે,જે એક હજારથી વધુ સ્થળોએ થી વ્યાજવટાવ નુ ઓપરેટીંગ ચલાવવા પોતાના કે બીજા કોઇ "માથા"ઓના રૂપિયા વ્યાજે ફેરવે છે, અને એ પણ કેવા તોતીંગ વ્યાજે ભલે તે કોઇને સામેથી નાણા વ્યાજે આપવા નથી જતા પરંતુ જરૂરિયાતમંદ ને મજબુરીથી વ્યાજે લેવા પડે તેમા પુરેપુરૂ શોષણ કરી મુદલ વસુલ થયા બાદ પણ નાણા પડાવે છે,તે તો તદન ગેરકાયદેસર બાબત છે,માટે જ એસ.પી.સિંઘલે લોકોને ખુલ્લુ આહવાન આપ્યુ કે માહિતી આપો છતા હજુ ખાસ લોકો આગળ આવતા નથી ફરિયાદ નોંધાવતા નથી.

-વ્યાજખોરો તરકટ નુ નેટવર્ક ચલાવે છે

હાલ નાણાની જરૂરિયાતવાળા લોકો ખુબ જ છે,માટે આવા જરૂરિયાતવાળાઓ પોતાના સુધી પહોંચે તે માટે ગેરકાયદેસરના વ્યાજખોરો ની ગેંગ આવા જરૂરિયાતવાળાને ફાંસલો નાંખી જ દે છે,એટલે મજબુર ફસાઇ છે,તેનુ નાણાથી ઘણી વખત આવા મજબુરના ઘરના સ્રી સભ્યોના પણ શોષણથી તગડા વ્યાજથી ધાક ધમકી અને મારથી વારંવારના અપહરણ થી એવુ ષડયંત્ર ચલાવે છે કે આ યાતનારૂપ બાબતો કંપારી છુટે તેવી દર્દનાક સ્થિતિમા મુકી દે છે,અને માથાભારે ગેંગ હોય માટે પરિવાર ની પોતાની સલામતી અને આબરૂ માટે ફરિયાદ કરવા ભોગ બનનાર આગળ આવતા નથી જોકે એસપીના લોકદરબાર બાદ હવે લોકોને હિંમત આવી હોય ફરિયાદો આ ષડયંત્રની પણ થવાની સંભાવનાઓ છે

-ધીરધાર અધિકારી પગલા લે તો ગે.કા.વ્યાજવટાવ કરનારને જેલના સળીયા ગણવા પડે

લાયસન્સ વગર ધીરાણ  અને લાયસન્સ લઇને પણ વધુ વ્યાજે ધીરાણ એ બંને ગુનો બને છે ધીરધાર અધિકારીએ આ બધી જ બાબતોનુ સતત ઇન્સ્પેક્શન કરવાનુ હોય અથવા ફરિયાદો અરજીઓ ધ્યાને લઇ કાયદા મુજબ પોલીસ સ્ટેશનમા ગુના નોંધાવવા જોઇએ તે દિશામા કાર્યવાહી થતી જ નથી કાયદામા ગેરકાયદે વ્યાજ વટાવ માટે દંડ અને જેલ બંને જોગવાઇ છે,અગાઉ માત્ર દંડની જોગવાઇ હતી,પરંતુ સરકારે આ દુષણની ગંભીરતા લઇ જેલ સજા ની જોગવાઇ ઉમેરી છે.