આનંદબાગ વિસ્તાર્ નજીક લીફ્ટમાં ફસાયેલી બાળકી નું મોત,શહેરમા આવી કેટલી લીફટો..?

શહેરમા બીજી આવી કેટલી લીફ્ટ હશે..?

આનંદબાગ વિસ્તાર્ નજીક લીફ્ટમાં ફસાયેલી બાળકી નું મોત,શહેરમા આવી કેટલી લીફટો..?
તસ્વીરો અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર

જામનગર શહેરના પટેલકોલોની વિસ્તારમાં આવેલ આનંદબાગ નજીક આજે એક નેપાળી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી ઘટના સામે આવી છે,આનંદબાગ નજીક આવેલ શ્રી રંગ રેસીડેન્સી નામના પાંચ માળના એપાર્ટમેન્ટમાં બાળકી નું લીફ્ટમાં ફસાઈ જતા મોત નીપજ્યું છે,

શ્રી રંગ રેસીડેન્સી નામના એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતાં રાજેન્દ્રભાઈ સોની ને ત્રણ બાળકો છે,તેમાંથી પ્રતિમા નામની છ વર્ષની બાળકી આજે સવારે લીફ્ટમા જાણવા મળતી વિગત પ્રમાણે અડધો કલાક સુધી ફસાઈ જતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરવિભાગે સ્થળ પર પહોચી ને બાળકી ને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી,પણ પ્રતિમા મોતને ભેટતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું,આજે પ્રતિમા તો લીફ્ટમાં ફસાઈ જતા મોતને ભેટી ગઈ પણ શહેરમા આવી કેટલી ઈમારતો મા આવી મોતની લીફ્ટો છે જે આ રીતે જ નિર્દોષો નો ભોગ લેતી રહેશે,શું તેની તપાસ તંત્ર દ્વારા થઇ છે કે થશે??ખરેખર તો બાળકી ના મોત પાછળ લીફ્ટમા શું એવી ખામી સર્જાય કે જેને કારણે તેનું મોત થયું તેની પણ તપાસ થવી જોઈએ..