પોતાની જ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો,કોર્ટે પ્રિન્સીપાલ ને આપી ૧૪ વર્ષની સજા..

પોતાની જ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો,કોર્ટે પ્રિન્સીપાલ ને આપી ૧૪ વર્ષની સજા..

Mysamachar.in-જામનગર:

તાજેતરમાં જ જામનગર પોક્સો કોર્ટે અંધાશ્રમ આવાસ કોલોનીમાં વસવાટ કરતી એક સગીરા પર વર્ષ ૨૦૧૬ ના દુષ્કર્મના કેસમાં પાંચ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી,જે બાદ આજે એક નરાધમ એવા સ્કુલના પ્રિન્સીપાલ ને પણ કોર્ટે ૧૪ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે,આ કેસની હકીકત એ પ્રમાણે છે કે ગોકુલનગર જીજસ ક્રાઇસ્ટ સ્કુલના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ ડેનીયલ આનંદરાય ગવઈ એ ભોગબનનાર આઠ વર્ષની અને ચોથા ધોરણમાં આજ સ્કુલમાં અભ્યાસ કરતી હતી.

વારંવાર આરોપી ડેનીયલે તેણીને  શારીરીક આડપલા અને દૂષકૃત્ય કરેલ.આ ચકચારી કેસમાં ૧૫ જેટલા સાહેદો અને દસ્તાવેજી પુરાવોઓ ભોગબનનાર તેના માતા-પિતા નિવેદન નોધનારની જુબાનીઓ લેવામાં આવેલ,અને ડૉક્ટરની જુબાનીથી કેસને સમર્થન મળેલૂ જેથી જામનગર પોક્સો કોર્ટે આરોપી ને તકસીરવાન ઠરાવી કલમ ૩૫૪ માં ૩ વર્ષ અને ૫૦,૦૦૦/-દંડ,પોકસોની કલમ ૮ માં ૫ વર્ષ અને ૧૦,૦૦૦/- નો દંડ પોકસોની કલમ ૧૦ માં ૬ વર્ષ અને ૧૦,૦૦૦/- નો દંડની સજાનો હુકમ એડી.સેશન્સ કોર્ટે કરેલ છે, જેમાં સરકાર પક્ષે કોમલબેન ભટટ, ધવલ વજાણી અને વીથ પીપી માં હર્ષદ ભટ્ટ રોકાયેલ હતા.