દારૂ ભરેલ ટ્રકનું પાયલોટીંગ કરી રહી હતી કાર,અંદર ભર્યો હતો આટલો માલ

જામનગર એલસીબીને મળી સફળતા

દારૂ ભરેલ ટ્રકનું પાયલોટીંગ કરી રહી હતી કાર,અંદર ભર્યો હતો આટલો માલ

Mysamachar.in-જામનગર:

જામનગર ખીજડીયા બાયપાસ નજીક મોમાઈ મુરલીધર હોટલ નજીકથી અંગ્રેજી શરાબનો જથ્થો ભરાઈ ને ટ્રકમાં આવી રહ્યો છે,અને તેનું પાયલોટીંગ એક કાર રહી હોવાની માહિતી જામનગર એલસીબીના ફિરોઝ દલ,ખીમભાઈ ભોચીયા,નિર્મળસિંહ જાડેજા,અશોકભાઈ સોલંકી અને મિતેશ પટેલ ને મળતા તેવો ત્યાં વોચમાં હતા,દરમિયાન એક ઇંગ્લિશ દારૂ ભરેલ પંજાબ પાસિંગનો અશોક લેલન ટ્રક તથા દારૂ ભરેલ ટ્રકનું પાયલોટીગ કરનાર ઈનોવા કાર પકડી પાડી તલાશી લેતા ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂ નંગ ૫૫૫૫ તથા બિયર ટીન નંગ ૨૮૮ ટ્રક તેમજ કાર ૯  ફોન તથા રોકડ રૂ‌.૧,૦૬,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪,૩૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને જામનગર એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે