ખુન કેસનો આરોપી કોર્ટ નજીકથી નાશી છૂટ્યા બાદ ધ્રોલ નજીકથી ઝડપાઈ ગયો

વાહ જામનગર પોલીસ...

ખુન કેસનો આરોપી કોર્ટ નજીકથી નાશી છૂટ્યા બાદ ધ્રોલ નજીકથી ઝડપાઈ ગયો

Mysamachar.in-જામનગર:

જામનગર ના ખંભાળિયા ગેટ નજીક એક વર્ષ જેટલા સમય પૂર્વે ડો.બક્ષીના બંગલામાં ચોરી અને લુંટની ઘટનાને અંજામ આપનાર મૂળ બિહાર ના સંજીત ચૌધરી ને એલસીબી દ્વારા જે તે સમયે ઝડપી પાડી અને આ ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો, પણ જે બાદ આંજે આરોપીને જાપ્તા હેઠળ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ નજીકથી પોલીસને ચકમો આપી ને આરોપી સંજીત ચૌધરી નાશી છુટતા જિલ્લાભરની પોલીસ કામે લાગી હતી, અને આરોપી ઇકોમાં બેસી ભાગી રહ્યો હતો તે દરમિયાન ધ્રોલના સોયલ ટોલનાકા નજીક ધ્રોલ પીએસઆઈ ગઢવી  સહિતની ટીમે આરોપીને ઝડપી પાડ્યાની પ્રથમ તસ્વીર આપની સમક્ષ માય સમાચાર મૂકી રહ્યું છે.