જે કેસમાં ડોન દાઉદ ઈબ્રાહીમ વોન્ટેડ છે તે કેસના એક આરોપીને જામનગરમાં કોર્ટમાં રજુ કરાયો

આર.ડી.એક્સ ની ૧૨૦ થેલી,૧૫૦ જેટલા હથિયારો,હેન્ડ ગ્રેનેડ તથા બૉમ્બ તેમજ પિસ્તોલ વગેરે બોટમાં લાવ્યા

જે કેસમાં ડોન દાઉદ ઈબ્રાહીમ વોન્ટેડ છે તે કેસના એક આરોપીને જામનગરમાં કોર્ટમાં રજુ કરાયો

mysamachar.in-જામનગર

જામનગર ૧૯૯૩ ના ટાડા કેસનો આરોપી અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પ્રકરણમાં સજા ભોગવતો મહમદ સલીમ મીરમહંમદ શેખ ને મહારાષ્ટ્રની યરવડા જેલમાંથી કડક જાપ્તા હેઠળ જામનગર પોલીસે કબ્જો મેળવીને આજે જામનગર લાવી હતી અને કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી,

વર્ષ ૧૯૯૩માં દરિયાઈ માર્ગે થી હથિયારો અને દારૂગોળો ભારત માં ઘુસાડવાના ચકચારી પ્રકરણનું કાવતરું જામનગરના માધાપર ભૂંગામાં હારુન આદમ સંઘાડ ના ઘરે ઘડાયું હોય,૧૯૯૩ની સાલ માં આ બાબતે  જામનગર સીટી બી પોલીસ મથકે અંધારી આલમનો ડોન દાઉદ ઇબ્રાહિમ શેખ સહીત અનેક શખ્સો સામે જે તે સમયે ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને જામનગર ના ટાડા કેસ માં અત્યાર સુધીમાં 46 જેટલા આરોપીને પકડવામાં આવેલ છે,

ભારત માં દરિયાઈ માર્ગેથી અલસદા બહાર બોટ મારફત ૧૯૯૩ માં આર.ડી.એક્સ ની ૧૨૦ થેલી,૧૫૦ જેટલા હથિયારો,હેન્ડ ગ્રેનેડ તથા બૉમ્બ તેમજ પિસ્તોલ વગેરે બોટમાં લાવ્યા બાદ આ મુદ્દામાલ મધદરિયામાં બિસ્મીલાહ અને મારવાન બોટ માં ટ્રાન્સફર કરાયો હતો એ અલસદા  બહાર બોટ માં રહેલ અડધો જથ્થો સ્ફોટક પદાર્થનો,હથિયારો સાથે પોરબંદર ના વેરાવળ દરિયાકિનારા નજીક પહોંચ્યા બાદ હોડકામાં આ સ્ફોટક જથ્થો ટ્રાન્સફર કરી ગોસાબારા દરિયા કિનારે ઉતાર્યો હતો અને ટ્રક મારફત સુરત વલસાડ તરફ લઇ ગયા હતા.અને આ પ્રકરણ ગોસાબારા લેન્ડિંગ કેસ તરીકે જાણીતું છે,

ગોસાબારા આર.ડી.એક્સ પ્રકરણનો એક આરોપી મુંબઈ બ્લાસ્ટકેસમાં હાલ મહારાષ્ટ્રની યરવડા જેલ માં સજા ભોગવતો મહમદ સલીમ મીરમહંમદ  શેખ નો કબ્જો મેળવીને જામનગર પોલીસે આજે અદાલત માં રજુ કર્યો હતો પરંતુ તા.પાંચ સપ્ટેમ્બર ની તારીખની મુદત પડતા જામનગર જેલ હવાલે કર્યો હતો,

અત્રે ઉલ્લેખીનીય જે કેસ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયો છે તે આ કેસમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પણ જામનગર પોલીસને ચોપડે વોન્ટેડ છે.