કોંગ્રેસ સોશ્યલ મીડિયા પ્રમુખ એ સોશ્યલ મીડિયામાં જ ઠાલવી પક્ષ સામે વ્યથા...

આમાં ક્યાંથી કોંગ્રેસનો આરો આવે..

કોંગ્રેસ સોશ્યલ મીડિયા પ્રમુખ એ સોશ્યલ મીડિયામાં જ ઠાલવી પક્ષ સામે વ્યથા...

mysamachar.in-જામનગર 

આમ તો હવે જેમ જેમ લોકસભાની ચુંટણી નજીક આવશે તેમ તેમ અસંતોષનો દૌર શરૂ થશે,ક્યાંક કોંગ્રેસનું ઘર ભાંગશે તો ક્યાંક ભાજપના ઘરમાં પણ તિરાડો પડશે..બને પક્ષમાં ક્યાંક ને ક્યાંક આંતરિક ઉકળતો ચરૂ કોઈક વાર મીડિયા ના માધ્યમથી કોઈકવાર સોશ્યલ મીડિયાના માધ્યમથી સામે આવતો રહે છે,

એવામાં જામનગર કોંગ્રેસની વાત કરવામાં આવે તો જેના શીરે કોંગ્રેસનું સોશ્યલ મીડિયા સંભળાવાની જવાબદારી છે તે જીલ્લા કોંગ્રેસ સોશ્યલ મીડિયા ના મહિલા પ્રમુખ રેખાબેન પંડ્યા એ પોતાના ફેસબુક પેજ પર કોંગ્રેસ સામે જ વ્યથા ઠાલવતા કોંગ્રેસના આંતરિક રાજકારણ મા ગરમાવો આવે તો નવાઈ નહિ...

રેખાબેન પંડ્યા એ લખેલ પોસ્ટમા તેવોએ કોંગ્રેસના કાર્યકરો ને સહુથી વધુ હેરાનગતિ હોય તો તે અન્યપાર્ટીમાં થી કોંગ્રેસ પાર્ટીમાં ભળી જતા સક્ષમ કાર્યકરોનો ઉત્સાહ ઘવાઈ રહ્યાનું તો જે કાર્યકરો વર્ષોથી પોતાનો સમય અને ભોગ પક્ષ માટે આપી રહ્યા છે તેમના વર્ચસ્વ સામે પણ સવાલો થયા છે,

વધુમાં સોશ્યલ મીડિયાના પ્રમુખ વ્યથા ઠાલવતા એમ પણ લખ્યું છે કે બીજી પાર્ટીઓમાં ચપ્પલ ઘસાઈ જાય ત્યારે નીચલા લેવલે માંડ પદ મળે છે,જયારે અહી રાતો-રાત પદ આપાઈ જવાની બાબતને પણ તેમણે ગંભીર ગણાવી છે,અને હવે આ તમામ બાબત હવે મનોમંથન માંગી લેતી હોવાનું પણ પોસ્ટમાં લખાયું છે,

ખુદ કોંગ્રેસના જ સોશ્યલ મીડિયાના પ્રમુખે પોતાના જ ફેસબુક પેજ પર પક્ષ સામે વ્યથા ઠાલવતા આ મુદ્દાએ જામનગર કોંગ્રેસમાં ચર્ચા જરૂર થી પકડી છે.