સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ ની કમિટી પરડવા નું જમીન કૌભાંડ ઉખેડશે...!

શું મગફળી કૌભાંડ બાદ જમીન કૌભાંડ પણ?

સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ ની કમિટી પરડવા નું જમીન કૌભાંડ ઉખેડશે...!

my samachar.in-અમદાવાદ:

કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને મગફળી કૌભાંડ મામલે બરોબર ભીંસમાં લીધા બાદ બોગસ એન્કાઉન્ટર પ્રકરણમાં પણ ભીડવાનો પ્રયાસ કરીને હવે જામજોધપુરના પરડવા ગામે વન વિભાગ દ્વારા રક્ષિત જમીન પ્રકરણમાં પૂર્વ  કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયાનું નામ ઉછળતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્ય શોધક સમિતિની રચના કરવામાં આવી છે,

રાજ્ય શોધક સમિતિમાં પૂર્વ રેલમંત્રી નારણભાઇ રાઠવા,રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક,મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સમિતિના કન્વીનરપદે કોંગ્રેસના પીઢ અગ્રણી મધુસુદનભાઈ મિસ્ત્રીની વરણી કરવામાં આવી છે,

જામજોધપુરના પરડવા ગામે વન વિભાગની જમીન પ્રકરણની સંપૂર્ણ તપાસ કરીને આ કૌભાંડમાં જામનગર જિલ્લાના અધિકારી થી માંડીને કોણ સંડોવાયેલ છે અને તંત્રની શું ભૂમિકા રહી છે તે સહિતના મુદ્દે વિસ્તૃત અહેવાલ કમિટી દ્વારા તૈયાર કરીને ક્યાં ગેરરીતિ આચરવામાં આવી છે તેનો સંપૂર્ણ અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાને સોંપવામાં આવશે,ત્યારબાદ રાજ્ય સરકારને અહેવાલના માધ્યમથી પગલાં ભરવાની માંગણી કરાશે,

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણ માં જામજોધપુર તાલુકાના પરડવા ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીથી માંડીને તમામ લગત વિભાગને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરીને દાદ  માંગવામાં આવી છે, તેની આગામી તા 28 ઓગસ્ટ મુદત પડી હોવાનું  જાણવા મળી રહ્યું છે.