C.M. તમને જ પાર્ટીના સંગઠન ભરોસો નહિ કે..?

...કે પછી નવો પ્રયોગ....

C.M. તમને જ પાર્ટીના સંગઠન ભરોસો નહિ કે..?

Mysamachar.in-જામનગર:

ખુદ CM ને પાતાની પાર્ટીના સંગઠન ઉપર ભરોસો નથી એવુ ચિત્ર ઉપસ્યુ છે અને ચર્ચાઓ એ જોર પકડ્યુ છે એટલુ જ નહિ પોતાની પાર્ટીના સંગઠન કરતા સરકારી વિભાગ ઉપર વધુ ભરોસો છે કે કેમ.?તેવી ચર્ચાઓ શરુ થઇ છે, સંગઠનને વરેલા પક્ષ કાર્યકર્તા જ જેના પ્રાણ છે, અને ચુંટણી વખતે રાત દિવસ ઘરબાર જોયા વગર ખાધા પીધા વગર જામી જ પડતા હોદેદારો આગેવાનો કાર્યકર્તાઓ વગેરે ઉપર ભરોસો રાખવો જ પડે પરંતુ સી.એમ. નો એક નિર્ણય જે તાજેતરનો જ છે તેના કારણે ખુબ ચર્ચાઓ એ જોર પકડ્યુ છે,

બન્યુ એવુ કે ચોક્કસ ક્ષેત્ર કે ક્ષેત્રોના  વ્યવસાયીઓ માટે દિવાળી ઉપર મીઠાઇ વિતરણ શહેર પુરતી વિતરણ કરવા માટે મુખ્યમંત્રી તેના પાર્ટી સંગઠનને મોકલે અને સંગઠન વિતરણ કરે પરંતુ આ વખતે વરસોની પરંપરા તુટી અને માહિતિ કચેરીને આ જવાબદારી સોંપાઇ છે, અમુક એવી ચર્ચા કરે છે કે દિવાળી વખતે પક્ષના અમુક જવાબદાર બહારગામ વગેરે રીતે વ્યસ્ત હોય જે હાજર હોય તેને આ જવાબદારી સોંપાતી તો તેમાથી અમુક વ્યક્તિગત ગમા અણગમા ધ્યાને લઇ વિતરણ કરતા વર્ષોથી બનતી આ પ્રવૃતિ પાછળની વૃતિ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કે વિગત પહોંચી હોઇ શકે છે જો કે ચર્ચા કરનારાઓ એમ કહે છે કે આ તો માત્ર અનુમાન છે સાચુ શુ હોય એ તો ભગવાન જાણે.!


વળી અમુક એવી ચર્ચા કરે છે કે માહિતિ કચેરી જે બબ્બે ત્રણ-ત્રણ કલાક ની  સરકારી મીટીંગો જે પ્રજાને માટે ઉપયોગી મુદાઓને માત્ર બે ફકરામા સમાવવાની ક્ષમતા ધરાવે છે, આઠ કલાક નુ કામ ચાર કલાકમા પુરૂ કરવાની ક્ષમતા ધરાવતા હોઇ અમુક મોડા આવી વહેલા લંચમા જઇ સાંજે પણ ઘડીયાળના કાંટા પહેલા શટર લોક કરવાની ક્ષમતા ધરાવે છે, માહિતી કચેરી નામ કહેવાય પરંતુ અલ્પ જ માહિતી હોય છે, આવી અનેક ખુબી ધરાવતો વિભાગ પણ એ બાને આ ચોક્કસ ક્ષેત્રના વ્યવસાયીઓને  ઓફીસીયલી મળે ( કેમકે એ સિવાય તો તે લોકો ફોનથી સંપર્ક જાળવવા,કે રૂબરૂ જઇ સરકારના પ્રચાર પ્રસાર ને વધુ સ્થાન મળે તેવી ભલામણ કરવા પણ નવરા નથી હોતા) 

પરંતુ સરકાર ને અને ખાસ કરીને મુખ્યમંત્રીને એ ખબર જ નહી હોય કે  અગાઉથી સમય આ ક્ષેત્રના લોકોનો લીધા વગર ખુબ ઝડપથી કોઇ મળે ન મળે આજુ બાજુ બીજે ત્રીજે પેકેટ મૂકી  ફટાફટ પોતાનુ કામ નિપટાવવાના નીકળી પણ જાય.. આમ જોઇએ તો પક્ષના પ્રજાપ્રતિનિધીઓ કે પદાધીકારીઓ ચુંટાયા બાદ આ ચોક્કસ ક્ષેત્રના વ્યવસાયીઓને મળવા જતા જ હોય છે, આમ પણ જતા હોય છે પરંતુ અતિ વ્યસ્ત માહતિ કચેરીના લોકો નિયમિત જઇ શકતા નથી તો સરકારે એક તક આપી એટલે કે હવે એક તક માહિતીને......એવુ થયુ છે તેમ પણ ચર્ચાય છે,

ભલે આ બધી ચર્ચાઓ પાયાવિહિન હોય કે અમુક ટીકાકારો ને તો ગમે તેમાંથી ઉણપ ગોતવાની આદત હોય છે એટલુ ન સમજે કે સી.એમ. સરકારના છે તો સરકારી કચેરી ને કામ સોંપ્યુ તેમા શુ આભ ફાટી પડ્યુ તો વળી ટીકાકારો એમ કહે  છે કે તો આટલા વરસ કેમ ચાલ્યુ? આમા ટીકા કરનાર કે અનુમાન કરનાર અને તેમાથી વાંધા વચકા શોધી અનેક નવા ફણગા ફોડનારાઓને કેમ રોકવા? કોઇ રોકી ન શકે ભાઇ.....

પણ એક વાત ચોક્કસ કે આ બાબતે સંગઠન અને કચેરી ની કામગીરી બંને માટેની સમીક્ષાઓ કરવા તો વિશ્ર્લેષકોને મજબૂર તો કર્યા જ છે, અગાઉ એક સી.એમ. હતા જેને પક્ષના પદાધીકારી હોદેદારો કાર્યકર્તાઓ કરતા ઘણી વખતે સરકારી અધીકારીઓ વધુ વ્હાલા હતા પરંતુ એમનુ એ પાછળનુ ગણિત એમની ઢબ અને પક્કડ બીજામા હોય જ તે જરૂરી નથી માટે આવુ કરવા કે કરાવવામા ફાયદા થાય કે નુકસાન થાય તે તુરંત કહિ ન શકાય એ તો સમય જ કહિ શકે અને હા અમુકની મજબૂરી હોય, સલવાણી હોય, મહત્વકાક્ષા હોય, વિકલ્પ જ ન હોય....વગેરે સદગુણો ધરાવનારા કંઇ ખુલી ને આ બાબતે અભિપ્રાય આપી ન શકે પછી તે કચેરી હોય કે કાર્યકર્તા...!