શિક્ષિકાએ એક તબીબ સહીત ૨૦ સામે શું નોંધાવી ફરિયાદ..?

એવું તે શું થયું..?

શિક્ષિકાએ એક તબીબ સહીત ૨૦ સામે શું નોંધાવી ફરિયાદ..?

Mysamachar.in-જામજોધપુર:

યુવતીના એક સંબંધી યુવકએ ગાંધીનગરના એક ઠાકોર શખ્સ સાથે ઓળખાણ કરાવ્યા બાદ યુવતી આ શખ્સના પ્રેમજાળમાં ફસાઈ જતા વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભપાત કરાવ્યા બાદ તરછોડી દેતા પ્રેમપ્રકરણનો કરૂણ અંત તો આવ્યો પણ મામલો પોલીસ સુધી પણ પહોચતા એક તબીબ સહીત ૨૦ સામે જામજોધપુર પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે,

બનાવની મળતી વિગત મુજબ જામજોધપુર વિસ્તારની એક યુવતી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હોય, એક વર્ષ પહેલા આ યુવતીના સંબંધી વિજયબગડા, હસમુખભાઈ અને જોશનાબેન જે ઉપલેટા રહે છે. તેને પૈસાની લાલચે ગાંધીનગરના વસંત ઠાકોર નામના યુવક સાથે ઓળખાણ કરાવી આપી હતી,

ત્યારબાદ યુવતી અવાર-નવાર વસંત ઠાકોર સાથે મોબાઈલ પર વાતો કરતા-કરતા પ્રેમ થઈ ગયો અને એક દિવસ વસંત ઠાકોરે આ યુવતી માટે જામજોધપુર કાર મોકલીને ગાંધીનગર તેડાવી લીધા બાદ યુવતી સાથે મૈત્રીકરાર કરી લીધા હતા, 

દરમ્યાન યુવતીને બરોબરની પોતાના પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ગાંધીનગર પાસે દિલીપસિંહ ચાવડાની વાડીમાં લઈ જઈને તેણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને યુવતીને ગર્ભ રાખી દીધા બાદ ગર્ભપાત પણ બળજબરીથી કરાવી નાખ્યાનું કૃત્ય આચરીને યુવતીને ભયંકર ત્રાસ આપવામાં આવતા આ શખ્સની ચૂગાલમાંથી ભાગી છૂટીને જામજોધપુર પોતાના વતનમાં આવીને આવી પહોચ્યા બાદ પરિવારજનો ને પોતાની આપવીતી વર્ણવ્યા બાદ અંતે આ મામલે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે,

દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ જામજોધપુર પોલીસ મથકમાં દુષ્કર્મ, એટ્રોસિટી, જાનથી મારી નાખવાની ધમકી, યુવતીની સહમતી વિના ગર્ભપાત કરવો, સહિતની કલમો હેઠળ ૫ મહિલાઓ, ડોક્ટર વિરલ, સહીત ૨૦ સામે ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.