નાપાસ થવાની બીકે વિદ્યાર્થીનીએ આણ્યો જિંદગીનો અંત...

વિદ્યાર્થીઓ ના હારો હિમ્મત...

નાપાસ થવાની બીકે વિદ્યાર્થીનીએ આણ્યો જિંદગીનો અંત...
symbolic image

Mysamachar.in-જામનગર:

આજકાલ વિદ્યાર્થીઓમાં અભ્યાસની ચિંતા એટલી હદે વધી ચુકી છે,તે ના ભરવાના અંતિમ પગલાઓ ભરી લે છે,તાજેતરમાં જ સુરતમાં વિદ્યાર્થીનીએ શિક્ષકોના ટોર્ચરને કારણે જિંદગી ટુંકાવવાનો પ્રયાસ કર્યો તો જામનગરના એમ.પી.શાહ ઉદ્યોગનગર નજીક આવેલા રામનગરમા વસવાટ કરતી એક વિદ્યાર્થીનીએ પણ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે,ધોરણ ૧૨ મા અભ્યાસ કરતી અને એમ.પી.શાહ ઉદ્યોગનગરમા વસવાટ કરતી પ્રિયંકા કાનજી દંગામાં નામની વિદ્યાર્થીની હાલ ધોરણ બારમાં અભ્યાસ કરતી હોય અને સતત અભ્યાસ બાબતની ચિંતા અને નાપાસ થવાના ભયે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યાનું જાહેર થયું છે.