જામનગર સહિત ગુજરાતભરમાં એસટીની હડતાલથી ભારે દેકારો

CMનું શું છે નિવેદન..?

જામનગર સહિત ગુજરાતભરમાં એસટીની હડતાલથી ભારે દેકારો

Mysamachar.in-જામનગર:

ગુજરાત સહિત જામનગર જીલ્લામાં એસટીના કર્મચારીઓ ગત મધરાતથી માસ CL પર ઉતરીને હડતાલ પાડતા ભારે દેકારો બોલી ગયો છે. એસટીના કર્મચારીઑની છેલ્લા ઘણા સમયથી સાતમાં પગારપંચ સહિતની ૧૩ પડતર માંગણીઓનો નિકાલ ન આવતા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારનું નાક દબાવવા વિજળીક હડતાલ પાડતા જામનગરના જિલ્લાના અંદાજે ૧૦૫૪ બસ રૂટો પર અસર થવા પામી છે. જેનાથી મુસાફરોમાં આજ સવારથી જ ભારે પરેશાનીનો અનુભવ કરતા ખાનગી વાહનચાલકોએ ભાડામાં વધારો કર્યો છે,

આમ ગુજરાત એસટી નિગમના ત્રણ યુનિયન એસટી મજદૂર મહાજન, એસટી કર્મચારી મહામંડળ, એસટી મજદૂર મહાસંઘ દ્વારા હડતાલના એલાનના પગલે ગુજરાતની અંદાજે ૮૦૦૦ બસોના પૈડાં થંભી જતા સરકારને કરોડોનું નુકશાન જવાનો અંદાજ છે અને જામનગરના ૧૩૦૦ કર્મચારીઑ હડતાલ પર ઉતરી જતા ૨૬૬ બસો પણ બંધ છે. ત્યારે યુનિયન તરફથી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી ડ્રાઈવર, કંડક્ટરો હડતાલ ચાલુ રાખશે તેવું જાણવા મળે છે.

હડતાલ અંગે CM  રૂપાણીએ શું કહ્યું..

રાજયમાં ગતરાતથી એસટી બસની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ થઈ ચૂકી છે, ત્યારે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે જે નિગમ નફો કરે તેને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે છે છતાં પણ યુનિયનના હોદ્દેદારોને ચર્ચા કરવા માટે અમે આમંત્રણ આપ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.