“ધડક” ફિલ્મ જેવી સ્ટોરી, પ્રેમ લગ્ન કરનાર યુવકની યુવતીના પિતાએ કરી હત્યા..

જાણો ક્યાંની છે ઘટના..

“ધડક” ફિલ્મ જેવી સ્ટોરી, પ્રેમ લગ્ન કરનાર યુવકની યુવતીના પિતાએ કરી હત્યા..

Mysamachar.in-પોરબંદર:

“ધડક” ફિલ્મમા જે રીતે હિરોઈન ભાગી જઈને પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરીને ઘર સંસાર માંડે છે અને થોડા સમય બાદ હિરોઈનના ભાઈ વગેરે તેના ઘરે આવીને હિરોઈનના પ્રેમીની અને તેના બાળકની હત્યા કરી નાખે છે.ત્યારે આ ફિલ્મની સ્ટોરી જેવો જ એક વાસ્તવિક કિસ્સો પોરબંદર વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં પ્રેમલગ્ન કરનાર યુવકની યુવતીના પિતાએ હત્યા કર્યાનો બનાવ સામે આવતા ચકચાર જાગી છે,

આ કિસ્સાની વાત જાણે એમ છે કે પોરબંદરના કુતિયાણાના કોટડા ગામ નજીક રાણાવાવ સ્ટેશન પ્લોટમાં રહેતા અલ્પેશ સોંદરવા નામના યુવકે છ મહિના પહેલા રાણાવાવની યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા, આ પ્રેમ લગ્ન યુવતીના પિતાને મંજૂર ન હોય મનમાં લાગી આવ્યું હતું, તેવામાં છ માસ જેવો સમય વીતી ગયા બાદ અલ્પેશ સોંદરવાને એમ કે બધુ સારું થઈ જશે. જેથી પ્રેમી યુગલ શાંતિથી લગ્ન જીવન પસાર કરી રહ્યા હતા. 

પરંતુ ગઈકાલે અલ્પેશ સોંદરવા પોતાના મોટરસાઇકલ પર પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર જઈ રહ્યો હતો, ત્યારે તેની પાછળ એક કારે પીછો કર્યો અને અલ્પેશના મોટરસાઇકલને જોરદારની ઠોકર મારતા અલ્પેશ હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો અને ઇજાગ્રસ્ત અવસ્થામાં અલ્પેશે જોયું ત્યારે ખબર પડી કે તેની પત્નીના પિતા છે અને મારી નાખશે ઍટલે અલ્પેશ નાસી છૂટ્યો. પરંતુ યુવતીના પિતા વિરામ પાડાવદરા અને અન્ય બે શખ્સો પીછો કરીને અલ્પેશને પાઇપના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો,

ત્યારબાદ યુવતીના પિતા વગેરે ત્યાથી નાસી છૂટ્યા હતા અને બનાવની જાણ પોલીસને થતાં તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને મૃતક યુવકની લાશનું પીએમ કરી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવકની હત્યા યુવતીના પિતા વગેરેએ કરી હોવાથી શોધખોળ હાથ ધરીને જામજોધપુર નજીકથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.