હજુ ચોમાસાની અનિયમીતતા, જળસંચય આયોજનો જરૂરી

સો ટકામા ઘટ

હજુ ચોમાસાની અનિયમીતતા, જળસંચય આયોજનો જરૂરી

Mysamachar.in-જામનગર:

આ વખતે ચોમાસાની અનિયમીતતાઓ જોતા ખરેખર ઠોસ અને લાંબાગાળાના આયોજન જરૂરી છે નહી તો આ કહેવાતા વચનો ઠાલા આશ્ર્વાસનો જ બનીને રહી જશે, કેમ કે હજુ તાલુકા મથકોએ અંદાજે  ૫૫ ટકા ગામડામા ૫૦ ટકા જ વરસાદ થયો છે ડેમોમા ૬૦ થી ૭૦ ટકા જથ્થો છે, તેમાંથી ઘણુ પાણી ઉડી જશે શોષાય જશે અને ચોરી પણ થશે માટે હજુય જેટલો વરસાદ આવે તે પાણી સંચય કરવા જરૂરી છે, કેમ કે સો ટકા વરસાદ હજુ થયો નથી અને હજુ વરસાદની  શક્યતા છે પરંતુ તે ચોક્કસ કહી ન જ શકાય...

આ વખતે આમ તો શિયાળાથી જ પીવાના પાણીની ખેંચ શરૂ થઇ ગઇ હતી કેમ કે ગત વખતના 50 ટકા જ વરસાદ અને જળાશયોમાં 30 ટકા જ જળ સંગ્રહ થયો હતો કરૂણતા તો એ હતી કે ચોમાસામાં પણ હાલારના અનેક વિસ્તારોમાં નર્મદાના નીર આપવા પડતા હતા ત્યારે ફરી એક વખત ચોમાસુ નબળુ જાય તો લોકોની હાલત શું થાય? તે ખુબ જ ચિંતાનો વિષય હતો તેવામા મોડો પણ ઠીક ઠીક વરસાદ થયો જેમા જામનગર જિલ્લામા પચાસ ટકા જેટલો  પરંતુ દ્વારકા તાલુકા મા તો સાવ જુજ વરસાદ થયો હોય ડેમો ખાલી છે

-નર્મદાને ભરોસે ન બેસાય....જળ સંચય કરવુ જરૂરી

નર્મદાના આધારે પણ બેસી રહેવા જેવું નથી..નર્મદાના આધારે પણ સાવ બેસી રહેવા જેવું નથી કેમકે દર પંદર-વીસ દિવસે નર્મદાની લાઇનો કે મુખ્ય જંકશનોમાં ભંગાણ પડે જ છે જેનાથી 4થી માંડી 6 દિવસ સુધી પાણી વિતરણ ખોરવાય છે, વળી નર્મદા કેનાલમાં ગાબડા પડે, કેનાલ-પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાય તેથી પણ અનિયમીતતા થાય ઉપરાંત હજુય સો ટકા છેક છેવાડાના સુધી તો આ નીર પહોંચાડવાની વ્યવસ્થા પુર્ણ થઇ નથી.માટે હજુ વરસાદ આવે ત્યારે જળસંચય વધુ થાય તેમ કરવાની જરૂર છે.