જામનગર ડીસ્ટ્રીક્ટ બેન્કની આવતીકાલે સામાન્યસભા પૂર્વે સ્ટે, સહકારી ક્ષેત્રમા મચ્યો ખળભળાટ..

નિયમ મુજબ દર ત્રણ માસે બોર્ડ મળવું જોઈએ પણ..

જામનગર ડીસ્ટ્રીક્ટ બેન્કની આવતીકાલે સામાન્યસભા પૂર્વે સ્ટે, સહકારી ક્ષેત્રમા મચ્યો ખળભળાટ..

Mysamachar.in-જામનગર:

જામનગર ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક કોઈ ને કોઈ મુદ્દાઓને લઈને દર થોડા સમયે ચર્ચાનો વિષય બનતી હોય છે, તેવામાં આ બેંકની સતામાં કઈક નવાજૂનીના એંધાણ વચ્ચે ફરી મોટો સળવળાટ શરૂ થયો છે, બેંકમાં પ્રત્યક્ષ રીતે રાજકારણ નથી પણ પરોક્ષ રીતે રાજકારણીઓ જ જોડાયેલા છે,અને તેના કારણે જે બે ગ્રુપ બેંકમાં સક્રિય છે, અને હાલ બન્ને ગ્રુપ વચ્ચે ટાંટિયાખેંચ ચાલી રહી છે, તેવામાં એક જુથે સ્પષ્ટ બહુમતી ગુમાવી દીધી હોવાના અહેવાલ વચ્ચે આવનાર દિવસોમાં બેન્કના રાજકારણમા કઈક નવાજુની ત્યાં સુધી કે સતા પરિવર્તન થશે તેમ પણ જાણવા મળે છે, 

હાલ વાત કરીએ તો જામનગર ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકમા નિયમમુજબ દર ત્રણ માસે બોર્ડ બોલાવવું પડે પરંતુ છેલ્લા એક વર્ષથી બોર્ડ મળ્યું ના હોય કેટલાક સભ્યોમા ભારે નારાજગી પ્રવર્તી રહી છે, અને નિયમોને નેવે મુકીને અમુક પ્રક્રિયાઓ અનુસરવામાં આવી રહી છે, જે બાદ સામાન્યસભા આવતીકાલ એટલે કે સોમવારના રોજ યોજાવવાની હતી, પણ સામાન્યસભા યોજાય તે પૂર્વે બેન્કના વાઈસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલાએ સામાન્ય સભા પહેલા બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટીંગ બોલાવવા  સહિતના સહકારી ચુકાદાઓ અને નિયમો સાથેના મુદ્દાઓ પર નોમીની કોર્ટમાં દાદ માંગતા કોર્ટ દ્વારા આવતીકાલ યોજાનાર ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક ની સામાન્ય સભા પર રુકજાવનો આદેશ કરી દેવામાં આવ્યા બાદ મામલો ટ્રિબ્યુનલમાં પહોચ્યા બાદ સ્ટે યથાવત રહેતા આ મામલો જીલ્લાના સહકારી ક્ષેત્રમા ભારે ચર્ચાનો વિષય બન્યો છે,હવે આ મામલે આગામી દિવસોમાં શું થશે તેના પર જીલ્લાના સહકારી નિષ્ણાતોની નજર મંડાયેલી છે.