આંખમાં મરચું છાંટી  18 લાખની લુંટ 

દિનદહાડે લુંટની એક બાદ એક ઘટનાઓ 

આંખમાં મરચું છાંટી  18 લાખની લુંટ 

Mysamachar.in-અતુલ જોશી:મોરબી:
રાજ્યમાં લુંટારાઓ દિનપ્રતિદિન બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, હજુ તો હમણાંની જ વાત છે કે મોરબીની બેંક ઓફ બરોડામાં દિનદહાડે થયેલ લુંટનો ભેદ પોલીસે ઉકેલ્યો ત્યાં જ આજે વધુ એક લુંટની ઘટના મોરબીમાં સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, મોરબીના વાવડી રોડ પર આજે વહેલી સવારે એક વેપારીને બે શખ્સે આંતરી રૂ.18 લાખ ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ, Dysp સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બંને શખ્સોએ હેલ્મેટ પહેરી હતી અને મોઢે રૂમાલ બાંધ્યો હતો. ફરાર બંને લૂંટારૂઓ CCTVમાં કેદ થયા થઇ જતા પોલીસે તેના સીસીટીવીના વર્ણન ને આધારે ઝડપી પાડવા નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.