નાગાબાવાનો વેશ ધારણ કરી લોકોના દાગીના પડાવી લેતી આંતરરાજ્ય ગેંગ આવી સકંજામાં..

ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મા ૨૩ ગુન્હાઓ

નાગાબાવાનો વેશ ધારણ કરી લોકોના દાગીના પડાવી લેતી આંતરરાજ્ય ગેંગ આવી સકંજામાં..

Mysamachar.in-રાજકોટ:

બીજા કોઈના નામે તો ઠીક પણ નાગાબાવાના વેશમાં દાગીના ખેંચી લેનાર અને એક નવી જ મોડસ ઓપરેન્ડીવાળી ગેંગ રાજકોટ ક્રાઈમબ્રાંચને હાથ લાગી છે,રાજકોટ શહેર તથા ગુજરાતના અન્ય જિલ્લાઓમાં નાગબાવાના વેશમાં આવી લોકોના દાગીના તફડાવી લેતી  ચાર શખ્સોની ક્રાઈમબ્રાંચે અટકાયત કરી લીધી છે,

રાજકોટ શહેર તથા ગુજરાતભરમા અલગ જીલ્લાઓમા લાંબા સમયથી નાગાબાવાના વેશમા ત્રણ ચાર લોકો નંબર પ્લેટ વગરની અલગ-અલગ ગાડીઓ લઈ આવી બાદ સોનાના દાગીના પહેરેલ ઈસમ આગળ વાહન ઉભું રાખી અને કોઈ મંદિર કે ધર્મશાળા વિગેરે બાબતે પૂછપરછ કરી અને ગાડીમાં નગ્ન અવસ્થામા સાધુના વેશમાં બેસેલ ઈસમને બતાવી આ મોટા સાધુ છે ક્યારેક બહાર આવે છે,તમે ભાગ્યશાળી છો કે બાપુના તમને દર્શન થયેલ છે,તમે કહી બાપુના દર્શન કરાવડાવી  સાધુનાવેશમાં રહેલ ઈસમ જે તે વ્યક્તિના વાતોમા ભોળવી અલગ-અલગ વસ્તુ માંગ બાદ પરત આપી પોતે પરીક્ષા કરતા હોવાનું જણાવી સોનાના દાગીના માંગી જે સોનાના દાગીના ભોગબનનાર આપે એટલે કે જો હું જાવ છુ તેમ કહી સોનાના દાગીના પડાવી નાશી જતા

એવામાં રાજકોટથી ભાવનગર જતા આજીડેમ ચોકડી  વિસ્તારમા આ ગેંગ પસાર થવાની હોય જે આધારે ટીમના પોલીસમેન પ્રતાપસિંહ ઝાલાને સોનાના દાગીના પહેરાવી મોટરસાયકલથી ટ્રેપ કરાવતા બાતમી મુજબના આરોપીઓએ પોલીસ કર્મચારીને બોલાવી દાગીનાની ઉઠાંતરી કરવા જતા જ નજીકમાં રહેલ ક્રાઈમબ્રાન્ચની ટીમે ભાવનગર હાઈવે રોડ માંડાડુંગરની ગોલાઈ આગળથી આરોપીઓ મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે,