શરમ...વિકૃત માનસિકતા ધરાવતા પતિએ પત્નીસાથે ના કરવાની તમામ શારીરિક હરકતો કરી...

સાંસારીક જીવનને લજવ્યું...

શરમ...વિકૃત માનસિકતા ધરાવતા પતિએ  પત્નીસાથે ના કરવાની તમામ શારીરિક હરકતો કરી...
પ્રતિકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

હાઈ ફાઈ લાઈફ સ્ટાઇલ મોજશોખ ભર્યું જીવન એકબીજાની દેખાદેખી દારૂ,સિગારેટ પાર્ટીઓની મોજ આજના યુવક  અને યુવતિઓને સામાજિક અધઃપતનના માર્ગ તરફ ખેંચી રહી હોય તેમ લાગી રહ્યું છે..તો પોતાના  સંતાનો પર માતા પિતાનો કન્ટ્રોલ દિવસે ને દિવસે જાણે ઓછો થઈ રહ્યો હોય તેવા કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે એમાંય જો દીકરો કે દીકરી શ્રીમંત બાપના હોય તો કહેવું જ શું...?  

એવામાં મૂળ જામનગરના એક નબીરાની કરતૂત એ જામનગર અને અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી ચકચાર મચાવી દીધી છે અમદાવાદના બોડકદેવમાં રહેતા જામનગરના નામચીન બિલ્ડર પરિવારના નશાખોર અને વિકૃત હરકત કરતા નબીરા સામે પત્નીએ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ વિકૃત માનસિકતા ધરાવતા જામનગરના વિશાલની ગઈ કાલે અમદાવાદ પોલીસ એ  ધરપકડ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે 

મળતી વિગત મુજબ જામનગરના જાણીતા બિલ્ડર પરિવારના પુત્ર વિશાલ સાથે લગ્ન થયા બાદ ટૂંકાગાળામાં જ પત્ની પતિ  વિશાલ થી ત્રસ્ત થઇ જવા પામી  હતી..વિશાલની વિકૃતતા એટલી હતી કે વાયેગ્રાની ગોળી નું સેવન કર્યા બાદ પત્નીને મુખમૈથુન કરાવીને પછી અપ્રાકૃતિક સબંધો બાંધતો હતો...વિશાલ ગાંજો ઉપરાંત કોકેઈન,શરાબની રેવ પાર્ટીમાં પણ જવાના શોખ સાથે જ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો રાખવાનો શોખીન હતો..સાંસારિક જીવનમાં રહેતી પત્ની  જયારે સંતાન પ્રાપ્તિ માટેની વાત કરતી ત્યારે તે આ બાબતે અસમર્થતા દર્શાવતો હતો કારણકે તેને સંસારિક જીવનમાં ઓછો મોહ અને ઐયાશીમાં વધુ આનંદ આવતો હતો
જામનગરના બિલ્ડર પરિવારના નબીરા પુત્રની પત્નીએ પતિ ઉપરાંત સાસુ,સસરા,નણંદ વિશાલની હરકતોથી વાકેફ હોવા છતાં પણ તેને પ્રોત્સાહન આપતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે...આ મામલે પીડિત પત્નીની ફરિયાદ બાદ અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ મથકની ટીમ એ જામનગર ખાતે પહોચી જઈ અને વિશાલ રફુચકર થઇ જાય તે પૂર્વે જ સીટી-બી ડિવિજન પોલીસની મદદથી ગઈકાલે ધરપકડ કરીને અમદાવાદ લઇ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.