શક્તિસિંહ ગોહિલે વિજયરૂપાણી અને નીતિન પટેલને લઈને આપ્યુ કઈક આવું નિવેદન 

તો શું ભાજપમાં પણ આંતરિક ધમસાણ,.?

શક્તિસિંહ ગોહિલે વિજયરૂપાણી અને નીતિન પટેલને લઈને આપ્યુ કઈક આવું નિવેદન 
file image

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાત રાજ્યની રાજ્યસભાની બેઠકો માટે બન્ને મુખ્યપક્ષો દ્વારા તેમના ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે, તેમાં કોંગ્રેસપક્ષમાં થી શક્તિસિંહ ગોહીલનો પણ સમાવેશ થાય છે, ત્યારે પોતાને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા બાદ શક્તિસિંહ મીડિયા સમક્ષ આવ્યા હતા, અને તેવોએ નિવેદન આપતા જણાવ્યું કે અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, અને બધા જ શિસ્તમાં રહેતા હોય છે, પરદા પાછળ કઈક અને બહાર કઈક...તેવું નથી વિજયરૂપાણી ની સતત મહેનત હોય છે કે નીતિન પટેલ કોઈપણ રીતે ગુજરાતમાં રાજકીય પ્રગતી ના કરે, આ બધું જૂથ ભાજપમાં છે, પણ અમારે ત્યાં લોકશાહીમાં વાત થાય છે, અને  વખતે કોઈની દાળ ગળશે નહિ તેવો આશાવાદ પણ ગોહિલે વ્યક્ત કર્યો.