જામનગરના સેશન્સ કોર્ટના જજને પરિવાર સહિત પતાવી દેવાની ધમકી

પોલીસે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી

જામનગરના સેશન્સ કોર્ટના જજને પરિવાર સહિત પતાવી દેવાની ધમકી
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

જામનગરમાં સેશન્સ જજને પરિવાર સહિત પતાવી દેવાની ધમકીભર્યા પત્રથી ભારે ખળભળાટ મચ્યો છે. જજના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું કે હિતેશ શેઠ નામથી જામનગર સેશન્સ જજ પંકજ રાવલના આવાસે ધમકીભર્યો પત્ર મળી આવ્યો છે, ફરિયાદ મળતાં જ પોલીસે પત્રના આધારે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગરમાં સેશન્સ કોર્ટના જજ પંકજકુમાર રાવલના સરકારી વસાહત ખાતેના નિવાસ સ્થાને એક પત્ર મોકલવામાં આવ્યો, આ પત્રમાં જજ પંકજકુમાર રાવલ તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પત્ર હિતેશ પરસોતમ શેઠના નામથી મોકલવામાં આવ્યો છે. પત્ર મળતાં જજ પંકજ રાવલના પુત્ર મોનીલ રાવલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે IPCની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.