જુઓ આ છે નકલી DYSP..

ક્યાથી ઝડપાયા.?

જુઓ આ છે નકલી DYSP..

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસકર્મીઓ અને અધિકારીઑ ઝડપાવવાનું શરૂ થયું હોય તેમ અત્યાર સુધી તો નકલી PSI,કોન્સટેબલ સહિતના ઝડપાયાના કિસ્સાઓ સામે આવ્યા છે,ત્યારે અમદાવાદ પોલીસે શહેર કોટડા વિસ્તારમાંથી નકલી DYSP ને પોલીસે ઝડપી પાડ્યો છે,

પોલીસે ઝડપી પાડેલ આ નકલી DYSP વર્ધી પહેરીને લોકો પાસે પોલીસના નામે રૂપિયા ઉઘરાવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે,ઝડપાયેલ આ નકલી પોલીસ અધિકારીનું નામ દિનેશ મહેરિયા છે,અને છેલ્લા કેટલાક સમયથી આ વ્યક્તિ લોકો પાસે પોલીસ વર્ધી પહેરીને રૂપિયા પડાવતો હતો,નકલી DYSP સાહેબે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપીંડી કરીને રૂપિયા પડાવ્યા અને કેટલા લોકો તેની સાથે મળેલા છે,તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.