પ્રજાના પૈસે કમિશ્નર,ડેપ્યુટી કમિશ્નર હજારો રૂપિયાના ચા-કોફી પીવડાવે છે..!

અડધા-અડધા લાખના ખર્ચ પરચુરણ.?

પ્રજાના પૈસે કમિશ્નર,ડેપ્યુટી કમિશ્નર હજારો રૂપિયાના ચા-કોફી પીવડાવે છે..!

Mysamachar.in-જામનગર: 

જામનગર મહાનગરપાલિકા વિકાસ કામો માટે ખર્ચ કરે તે તો ઠીક પરંતુ જે ખર્ચ ને કદાચ ન્યાયી ખર્ચના ત્રાજવે તોળાય તો ઘણી વખત ખરા ન પણ ઉતરે તેવા જંગી ખર્ચા મનપા કરે છે,જેની નાગરીકોને ખબર જ નથી કેમ કે અરજદાર તરીકે જતા નાગરીકો માટે ચા કોફી તો ક્યારેય નહિ પણ ઘણી વખત પીવાના પાણીના પણ સાંસા હોય છે,હા બે ત્રણ પદાધિકારીઓની ચેમ્બરમા બેસવા મળે ત્યારે ચા કોફી મળે તે વાત અલગ છે,

સ્ટેન્ડીંગકમિટીમા વિકાસ કામો મંજુર કરવા એજન્ડા આઇટમો હોય તેના ઉપર તો જરૂરી નિર્ણય થાય પરંતુ થોકબંધ આઇટમો જાણની હોય જે જુદી-જુદી શાખાઓ દ્વારા કરાયેલા મોટે ભાગે ચુકવાઈ ગયેલા ખર્ચના આકડાની માત્ર જાણ હોય છે,તેમાય નગરજનોને આશ્ચર્ય થાય કે  કમિશ્નર  કાર્યાલય અને નાયબ કમિશ્નર કાર્યાલય ચા કોફીમા હજારો રૂપીયા પ્રજાના પાણીની જેમ વાપરે છે આ નાણા પ્રજા જે કર ભરે છે તે છે,

કમિશ્નર કાર્યાલયના ચા કોફીના મીટીંગ દરમ્યાન રૂ.૪૧૬૦ વળી ચા કોફી નાસ્તાના ૯૦૦૦ તો વળી નાયબ કમિશ્નર શા માટે પાછળ રહી જાય તેમના કાર્યાલયના બે વખતના સાડા સાત હજાર રૂપીયા ચા-પાણી ના ખર્ચાયા અલબત પ્રજાના કે જે રજુઆતો માટે પગ ઘસે છે,તેના પૈસે જ્યાફતો ઉડે છે,તે સિવાય અઢળક ખર્ચ દરેક બ્રાંચો અને પદાધિકારીઓના કાર્યાલયના ચા નાસ્તા બુકે ગીફ્ટ મીઠાઇ કચોરી વગેરેના અલગ જે જોતા એક કેન્ટીન મનપાને સસ્તી પડે તેમ પણ અમુક જાણકારો ચર્ચા કરે છે,..

-અડધા-અડધા લાખના ખર્ચ પરચુરણ...પુછવાવાળુ કોઇ નહી.?

સોલીડ વેસ્ટ એટલે કે કચરા સફાઇ ઢોર ગટર વગેરે લગત શાખાએ અડધા લાખનો પરચુરણ ખર્ચ બતાવ્યો અને કોઇએ પુછ્યુ પણ નહિ  પદાધિકારીઓએ પુછ્યુ નહી એટલે શુ નાગરીકોએ શંકા કરવી? ના  પદાધીકારીઓ પાસે આવી " પરચુરણ" બાબતો માટે સમય થોડો હોય.આ ઉપરાંત કમિશ્નર પી.એ.ના પદરના ખર્ચ અલગ કોઇ રેકર્ડ વગર કમિશ્નરની ગાડીના ઇધણના હજારોનો ખર્ચ અલગ તેમ કમિશનર કચેરીમાં જ ઘુસર-પુસર થતી હોય છે,અને ગાડી બગડે તો ફાયર શાખાને રિપેરીંગ માટે આપી દે તો તે શાખાએ ના છુટકે અડધા લાખનો ખર્ચ મને કમને પ્રજાના નાણા માંથી કરવો પડે ના તો પડાય નહી.એકંદર રૂપીયા ૧૮ લાખ નો ખર્ચ માત્ર જાણ નો તાજેતરની સ્ટેન્ડીંગમા રજુ થયો જેનુ કોઇએ વેરીફીકેશન કર્યુ કે કેમ તે સવાલ છે

-વાવાઝોડુ ન આવ્યુ પરંતુ દોઢ લાખનો ફુડ પેકેટનો ખર્ચ

વાયુ વાવાઝોડુ આવવાનુ હતુ માટે તંત્ર સજજ હતુ તેમજ  સેવાભાવી સંસ્થાઓ જ ફુડ પાણી વગેરે વ્યવસ્થામા હતી,તો મનપા ને પણ દોઢ લાખનો ખર્ચ ફુડ પેકે નો કેમ  થયો એ સવાલ છે બીજી તરફ ઢોર ટ્રાન્સપોર્ટેશનના દોઢ લાખ રૂપીયા,માર્ચમા વડાપ્રધાન આવેલા ત્યારે પીવાના પાણીના હજારોનો ખર્ચ છેક હવે દર્શાવાયો તો વોટરવર્કસ તો પાણી નિયમિત આપે કે ન આપે પ્રજાના પૈસાનુ પાણી રીપેરીંગ,ઇંધણ,વાહનભાડા,ઇટેન્ડરીંગ વગેરે માટે કર્યે જ જાય છે,તે કોઇ ચેક કરવા વાળુ જ નથી.આવા તો અઢળક ખર્ચ છે જે દરેક ખર્ચ જાણે તો તો નગરજનો ખરેખર ઉકળી ઉઠે તેમ મનપામા અમુક પ્રમાણીક કર્મચારીઓ અને અમુક પ્રજાપ્રતિનિધીઓ છાને ખુણે ચર્ચાઓ કરતા હોય છે.