દરેડ શિક્ષણ અને તાલીમભવનમા સામે આવ્યું આ કૌભાંડ...

જામનગરમાં રહીને અમરેલી પર કોને જાગ્યો પ્રેમ..?

દરેડ શિક્ષણ અને તાલીમભવનમા સામે આવ્યું આ કૌભાંડ...

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાંણાકીય ગેરરીતિઓ મોટાપાયે આચરવામાં આવી હોવાની સ્ફોટક વિગતો માહિતી અધિકારમાં સામે આવતા અરજદાર દ્વારા આ મામલે ગાંધીનગર ઉચ્ચકક્ષાએ રજુઆતોનો મારો ચલાવવામાં આવ્યો છે, પણ જો આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો બદલી પામેલા એક અધિકારી સહીત કેટલાયના તપેલા ચઢી જાય તેમ છે, જે ગેરરીતિઓ સામે આવી છે તેમાં સ્ટેશનરી, વાહનભાડાના કોન્ટ્રાક્ટ અને કેટરર્સના કોન્ટ્રાક્ટમા ત્રણ ભાવો લઇ અને જે પાર્ટીનો સૌથી નીચો ભાવ હોય તેણે વર્કઓર્ડર આપવાનો હોય છે, પરંતુ સ્ટેશનરી અને વાહનભાડે રાખવાના કોન્ટ્રાક્ટમા બન્ને કામોમાં કોરા લેટરપેડનો ઉપયોગ કરી અને લાગતા વળગતા ને કામ આપી અને મોટી ગોબાચારી આચરવામાં આવી હોવાની પણ અરજદાર કલ્પેશ આશાણી દ્વારા ચોકસ આધાર પુરાવાઓ સાથે શિક્ષણમંત્રી અને સચિવને પણ લેખિત રજૂઆત કરાઈ છે,

વધુમાં કોન્ટ્રાક્ટમા કમીટીના કોઈપણ સભ્યોની સહી સિક્કા પણ જોવા મળતા નથી, અને ટેન્ડર સમયે કોઈ પાર્ટી હાજર રહેલ હોવાનું પણ મળેલ માહિતી પરથી જણાઈ આવતું નથી, તો તુલનાત્મક પત્રોમાં પણ છેકછાક કરી અને ચેડા કરવામાં આવેલ છે, આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો છે કે જે તે પાર્ટીએ કોરા લેટરપેડ આપી અને અધિકારી કનુભાઈ કરકર અમરેલીના હોય તેથી તમામ કોન્ટ્રાક્ટ પણ અમરેલીની પાર્ટીઓને આપી દીધા હોવાનું પણ જાણવા મળે છે, વધુમાં કેટરર્સના કોન્ટ્રાકટમા પણ કોઈપણ પાર્ટીના ભાવ લીધા વિના લાગતી પાર્ટીને ઓર્ડર આપી ને સરકારના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૭/૧૮ અને ૧૮/૧૯ મા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સીપાલ તરીકે કનુભાઈ કરકર ફરજ બજાવતા હતા જેનું મૂળ વતન અમરેલી હોય તમામ રેટ કોન્ટ્રાક્ટ અમરેલી ની પાર્ટીઓને પોતાના હોદાનો દુરુપયોગ કરી ને તેમજ સરકારી નાણાનો દુર્વ્યય કર્યો હોવાનું મળેલ માહિતી પરથી લાગી રહ્યું છે, ત્યારે સવાલ એ પણ થાય કે શું બધી અમરેલીની પાર્ટીઓ જ આ કોન્ટ્રાક્ટ લેવા માટે સક્ષમ હતી ..? શું જામનગરમાં સ્ટેશનરી, વાહન કે પછી કેટરર્સ ના કોન્ટ્રાક્ટ રાખી શકે તેવી કોઈ સક્ષમ પાર્ટી જ નથી...માત્ર કનુભાઈ પોતાનાને સાચવવા આવી કળા કરી હોય તેમ લાગે છે, માટે જ જો આ મામલે સરકાર દ્વારા કમિટિ રચી અને તપાસ કરવામાં આવે તો આ સિવાયના પણ તાલીમ ભવનના ભૂતકાળ અને વર્તમાનના અનેક કૌભાંડો ઉજાગર થઇ શકે તેમ છે.