દારૂનું વેંચાણ કરતા જામનગરનો સેલ્સમેન ઝડપાયો..

LCBના દરોડા

દારૂનું વેંચાણ કરતા જામનગરનો સેલ્સમેન ઝડપાયો..

Mysamachar.in-જામનગર:

માર્કેટીંગ ક્ષેત્રે સેલ્સમેનનું કામ કરતા એક યુવક દારૂ વેચવાના રવાડે ચડીને ઇંગ્લિશ દારૂ નું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે જામનગર એલસીબીએ દરોડા પાડીને સેલ્સમેનના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો અને દારૂ વેચાણના પૈસા કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે,

જામનગરમાં છેલ્લા ઘણા સમયથી ઇંગ્લિશ દારૂ ધૂમ વેચાણ થતું હોવાથી પોલીસ ઠેર-ઠેર દરોડા પાડીને ઈંગ્લીશ દારૂનો મોટાપાયે જથ્થો ઝડપી રહી છે તેવામાં આજે શહેરના આહીર સમાજ વાડી પાસે સત્યમ કોલોની રોડ પર દરોડા પાડીને  સેલ્સમેન જયેશ માતંગના કબજામાંથી વિસ્કી ૨૮ અને ૮ બોટલ રમ ની તેમજ દારૂ વેચાણના રૂપિયા મળીને સ્કૂલ ૧૮૯૦૦ મુદ્દામાલ સાથે કબજે કર્યો છે ત્યારે સેલ્સમેનનું કામ કરતા આ યુવાન દારૂ વેચતો હોવાનું સામે આવતા ભારે માર્કેટીંગ જગતમાં સારી એવી ચકચાર જાગી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.