સ્વામી પરિણીતાને લઈને ફરાર થઈ જતાં જાગી ચકચાર..

ભગવો લજવ્યો

સ્વામી પરિણીતાને લઈને ફરાર થઈ જતાં જાગી ચકચાર..

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત વિવાદમાં સપડાયું છે. મળતી માહિતી પ્રમાણે કાલુપુરનાં સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી પરિણીતાને લઇને ફરાર થઇ જતાં ભારે ચકચાર જાગી છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી માઘવપ્રિયદાસ ચાર દિવસ પૂર્વે એક પરિણીતાને લઇને ફરાર થઇ ચૂક્યાનો મામલો સામે આવ્યો છે. ડાંગરવા ગામની પરિણીતાને લઇને સ્વામી માધવપ્રિયદાસ ફરાર થઇ ગયા છે.

સ્વામી માધવપ્રિયદાસ ગત તારીખ 1 માર્ચનાં રોજ ડાંગરવા ગામની પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે. પરિણીતા સાથે આંખ મળી જતા સ્વામીએ પોતાનો ભગવો લજવીને અને સેહ-શરમ છોડીને પરિણીતા સાથે ફરાર થઇ ગયેલા સ્વામી માધવપ્રિયદાસ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ સમગ્ર મામલો સામે આવતા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય સાધુ માધવપ્રિયદાસનું નામ રદ્દ કર્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.