રંગમતીના મેળા ઉપર જોખમ? નગરજનો અજાણ

કોર્પો.ના એક જવાબદારની ઘોર બેદરકારી

રંગમતીના મેળા ઉપર જોખમ? નગરજનો અજાણ

Mysamachar.in-જામનગર:

જામનગરમા આમ તો ઘણા દિવસથી શરૂ થઇ ગયેલા અને ગુરૂવારે પ્રતિકાત્મક ઉદઘાટન કરાયેલા બે મેળામાંથી રંગમતી નદીના પટના મેળા ઉપર જોખમ ઝળુંબે છે એટલુ જ નહી છેક નાગેશ્ર્વર સુધી નાના મોટા સ્ટોલ અને લોકોની ખુબ ભીડ રહે છે પરંતુ કોર્પોરેશન ના એક અધીકારીની બેદરકારીના કારણે રંગમતીના પટ્ટના મેળા ઉપર જોખમ અંગે નિર્દોષ નગરજનો અજાણ છે તે મોટી ચિંતાની બાબત છે.

આ મેળાની સ્ટોલની ફાળવણી કોઇ એકના ફાયદા માટે કરી દીધા બાદ જવાબદાર મીતભાષી અને ખાસ પ્રકારના અનુભવની ટાલ ધરાવતા એક જ અધીકારીની બેદરકારીથી આ મેળાના સ્ટોલ ધારકોની બેદરકારી તો સામે આવી જ છે પરંતુ એથી વધુ આ અધીકારીની  ઘોર બેદરકારીથી જોખમ ઝળુંબે છે

કેમકે સિંચાઇના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ મેળાની કોઇ મંજુરી કોર્પોરેશને લીધી હોવાનુ ધ્યાનમા નથી જોકે કોર્પોરેશન ના આસી.કમી.વરણવાના જણાવ્યા મુજબ સિંચાઇનો અભિપ્રાય કોર્પોરેશને લીધો નથી મેળાના સ્ટોલ વાળાઓને એટલે કે સીંગલ ટેન્ડર આપી દીધુ છે તેને સિંચાઇનો અભિપ્રાય લેવાનો હોય છે આ સિવાય રંગમતી ના મેળાની વધુ વિગતો મેળવાઇ રહી  છે.

શા માટે જોખમ?

હાલ ભરપુર  ચોમાસુ બાકી છે આ વખતે શ્રાવણ માસમા વધુ વરસાદ પડે છે હજુય પુરી સંભાવના છે રંગમતી ડેમ એક મીટર જ ખાલી છે માત્ર એક કલાકના ઉપરવાસ વરસાદ થી ડેમ છલે તેમ છે તેમજ આ ટેકનીકલ ઓપીયનમાંથી વધુમા જાણવા મળ્યા મુજબ આ ડેમના દરવાજા ક્યારે ખોલવા પડશે તે નક્કી ન કહી શકાય અને ત્રણ કલાકમા તો નદીનો પટ્ટ પાણી પાણી થઇ શકે તેવી સંભાવના નકારી ન શકાય આ બાબત ઉપરથી સમજી શકાય કે સ્મશાન પાસેથી માંડી પટ્ટ અને નાગેશ્ર્વર સુધીના સ્ટોલ અન્ય ફીક્સેસર વાહન તેમજ સૌથી વધુ ગંભીર નાગરીકો ને થોડા સમયમા કેવી રીતે ખસેડી શકાશે? તે વિચાર કર્યા વગર સ્ટોલ વાળાઓ ઉપર જવાબદારી ઢોળી કોર્પો. ના આ એક જવાબદાર ની બેજવાબદારી કેવુ જોખમ સર્જશે તે અંગે નગરજનો અજાણ છે છતાય તે અધીકારી ને ચિંતા નથી.....!!! આ અંગે વધુ અભિપ્રાયો હજુ મળી રહ્યા છે.