જામનગર જીલ્લાના રેવન્યુ કર્મચારીઓ મગફળી ખરીદીની કામગીરી નહિ કરે..

જાણો શા માટે..?

જામનગર જીલ્લાના રેવન્યુ કર્મચારીઓ મગફળી ખરીદીની કામગીરી નહિ કરે..

mysamachar.in-જામનગર

રાજય સરકાર દ્વારા જ્યારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે ત્યારેથી કોઈના કોઈ રીતે વિવાદ સામે આવતા રહ્યા છે.તેવામાં રાજય સરકારના નાયબ મામલતદારઓ, તલાટી મંત્રીઓ વગેરે કર્મચારીઓ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં જોતરવામાં આવ્યા હતા,જેનો સમગ્ર રાજ્ય બાદ જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ દ્વારા બહિષ્કાર કરવામાં આવતા સરકારને એક નવી મુશ્કેલી માથે આવી પડી છે,.

એક બાજુ ગુજરાત સરકાર દ્વારા હાલની મહેસુલ વિભાગની હસ્તકની સમયમર્યાદાવાળી અને ચોક્કસાઈપુર્વકની કામગીરી કરવામાં આવે છે..જે ધ્યાને લઈને તાજેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્ક્રિયામા પણ રાજ્યના રેવન્યુ કર્મચારી મંડળને જોડવામાં આવતા વિરોધનો સુર ઊઠવા પામ્યો છે,અને મહેસુલ વિભાગની કામગીરીનો હવાલો આપીને જામનગર જીલ્લા રેવન્યુ કર્મચારી મંડળએ ટેકાના ભાવે મગફળીની કામગીરીથી દુર રહેવાનો નિર્ણય કરીને બહિષ્કાર કરીને કલેક્ટરને જામનગર જીલ્લા રેવન્યુ કર્મચારી મંડળના પ્રમુખ ચેતન ઉપાધ્યાયએ પત્ર દ્વારા જાણ કરી છે,

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જીલ્લામાં તાલુકા દીઠ ૪ નાયબ મામલતદાર અને તલાટી મંત્રીઓને ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રીયામાં જોતરવામાં આવ્યા હતા,એક તો મગફળીને ટેકાના ભાવે ખરીદી ને લઈને જામનગરમાં ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓમા પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ તો ખેડૂતોમા પણ નારાજગી વચ્ચે આજે રેવન્યુ કર્મચારીઓનો આ કામગીરી નો બહીષ્કારનો નિર્ણય સરકાર માટે વધુ એક મુશ્કેલી ઉભી કરે તો પણ નવાઈ નહિ.