મેયરના વોર્ડમાં ટ્રાફિકની સમસ્યાની રજૂઆત થતા તંત્રને આવ્યો રેલો..

કાલે થઇ જશે નવા નાકે દિવાળી..

મેયરના વોર્ડમાં ટ્રાફિકની સમસ્યાની રજૂઆત થતા તંત્રને આવ્યો રેલો..
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર

શહેર મા એક વિસ્તાર એવો નથી કે જ્યાં દબાણો ના હોય...!એવામાં આપણા જામનગર ના પ્રથમ નાગરિક એવા જામનગર મનપાના મેયર હસમુખ જેઠવા ના વોર્ડમાં જ ટ્રાફિકની શિરદર્દ સમસ્યા સર્વવિદિત છે,બે દિવસ પૂર્વે તો મેયરના વિસ્તારના વેપારીઓ દ્વારા જ રણજીતરોડ થી શાકમાર્કેટ સુધી આડેધડ ખડકાતી રેકડીઓ સહિતના દબાણો દુર કરવા મેયરને જ રજૂઆત કરતાં અંતે મનપાના તંત્રને રજૂઆત નો રેલો તો આવ્યો છે પણ કાલે નવા નાકે દિવાળી નહિ થાય તેની ખાતરી લેવા કોઈ તૈયાર નથી,

આજે પણ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા વેહલીસવાર થી પોલીસબંદોબસ્ત સાથે રણજીતરોડ થી માંડી ને દીપક ટોકીઝ,દીપક ટોકીઝ થી શાક માર્કેટ,શાક માર્કેટ થી બર્ધન ચોક અને મેયરના વિસ્તાર સહિતના વિસ્તારોમા મિશન ક્લીન હાથ ધરવામાં આવ્યું હતું,પણ અહી જેટલી વખત દબાણ હટાવવામાં આવે છે પણ પરિસ્થિતિ બીજા ત્રીજા દિવસે યથાવત થઇ જાય તેનું કાયમી નિવેડો ક્યારે આવશે તેનો ઇન્તજાર છે,એસ્ટેટ પાસે ૧૦ માણસો અને રેકડીઓ અધ..ધ..
મનપાના એસ્ટેટ વિભાગ પાસે માત્ર ૧૦ માણસોનો સ્ટાફ જ છે,જેની સામે જ્યાં રેંકડી અને પથારાવાળા ને હટાવવા જાય તેની સંખ્યા ખુબ મોટી હોય છે,ત્યારે એસ્ટેટ વિભાગ માત્ર પાંચ દસ રેકડીઓ પકડી શકે છે,જયારે બાકીના ભાગી જતા હોવાનું ચિત્ર પણ વારંવાર સામે આવે છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.