જામનગરના મેળામા બેદરકારી અને સેટીંગ  મુદે ઉઠ્યા સવાલો...

સ્ટોલ વચ્ચે સલામત અંતર નથી

જામનગરના મેળામા બેદરકારી અને સેટીંગ  મુદે ઉઠ્યા સવાલો...

Mysamachar.in-જામનગર:

જામનગરના બંને મેળામા સરકારના નિયમો મુજબના પુરતા શુદ્ધપાણી, પુરતા ટોયલેટ, સલામતી સ્ટોલ સંખ્યા તેમજ સલામત અંતર તકેદારી આરોગ્ય કાળજી સહિતના અનેક મુદે ગંભીર સવાલો ઉઠ્યા હોય કોર્પોરેશન ના જવાબદાર અધીકારી અને તેની ટીમ ઉપર શંકાની સોય તણાઈ રહી છે, કારણ કે ત્રણ દિવસના મેળામાં સાત રસ્તા સર્કલ પાસે આગોતરા આયોજનના અભાવે વાહનોના થપ્પો લાગી ચુક્યા હતા અને મેળામાં આવનાર લોકો વ્યવસ્થિત રીતે ચાલીને પણ મેળામાં કલાકો એ પહોચતા હતા, તો લોકોને પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ પૂર્ણ કરાવવામાં પણ મનપાની ટીમ ઉણી ઉતરી હતી,કારણ કે ત્યારે તો સેટિંગમાં રસ હોય..

-મેળાને લઈને Mysamachar.in ના વ્યુઅરનો સોશ્યલ મીડિયા પર કોમેન્ટરૂપી પ્રતિભાવ...

જામનગરના બન્ને સ્થળોએ લોકમેળા લુંટમેળાની બન્યાની પ્રતીતિ લોકો કરી રહ્યા છે, સાતમ આઠમના દિવસે પણ માયસમાચારે લોકહિતમાં કેટલાક સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા જેને સમર્થન આપતા વ્યુઅર્સએ તેમની કેટલીક હૈયાવરાળ કોમેન્ટ સ્વરૂપે ઠાલવી છે,જે અત્રે પ્રસ્તુત કરી છે,
-લોકમેળો લુંટ મેળો બની ગયો 
-જુના કટાયેલા લોખંડની રાઈડ ભાવ પણ ખુબ લે છે 
-એન.ઓ.સી અત્યારે શું જરૂર છે અકસ્માત થશે તો જોઈ લેશું 
-ફરિયાદ બુકમાં ફરિયાદ કરવી, કલેકટર અને ચૂંટાયેલા નેતાઓનો ટ્વિટ કરી જાણ કરો 
-તંત્રના કર્મચારીઓને મફત લાભ મળતા હોય  એકેય બોલશે નહિ 
-પ્લોટ ભાડાની આવક કરોડોની પણ પાર્કિંગ ની કોઈ સુવિધા જ નથી, લોકો પાર્કિંગ કયા કરે 
-લોકમેળામાં ચાલી ઉઘાડી લુંટ 
-જામનગર મહાનગરપાલિકા આયોજિત લોકમેળામાં આંધળી લુંટ ચલાવાઈ રહી છે, એક ચકરડીના ૫૦ રૂપિયા, તંત્ર ઘોર નિંદ્રામા, 
-ટીકીટ પર કોઈ ભાવ જ નથી છાપવામાં આવ્યા.

-મેળામાં લોકો મન મુકીને લુંટાયા,અધિકારીઓ એ એકબીજાને આપી ખો...

જામનગર ના બંને મેળાઓ ભૂતકાળની જેમ આ વર્ષે પણ લોકમેળાને બદલે લુંટમેળા બની ગયા...છતાં કોઈ અધિકારીને તેની ગંભીરતા જ ના લાગી... કે પછી કાયદામાં લુંટ ને રોકવાની કોઈ જોગવાઈ જ નહિ હોય...રાઇડ્સ સંચાલકોએ બેફામ પૈસા પડાવ્યા અને હજુ ત્રણ દિવસ મેળો ચાલવાનો છે ત્યારે પણ પડાવશે;.. રૂ.૧0ની જગ્યાએ ૫૦ લઈને લોકોને બેફામ લુંટવામાં આવ્યા...ત્યારે આ મામલે તંત્રના અધિકારીઓએ એક બીજા પર અમારી નહિ...આ વિભાગની તેમ કહી એક બીજા પર જવાબદારીની ફેક્મફેક કરી...

-હજુ રાઇડસ સેટીંગના પડઘા શમતા જ નથી...

નાની રાઈડ્સના પ્લોટમાં મોટી રાઈડ્સ નું મોટું સેટીંગ થયુ તેના પડઘા હજુ શમતા નથી, મેળામાં દરવખતની જેમ આ વખતે પણ એસ્ટેટ વિભાગના બે બહાદુરો દ્વારા ટાલવાળા અધિકારીની સુચના મુજબ જે જગ્યાએ ચિલ્ર્ડ્રન એટલે કે નાની રાઈડ્સ લાગાવાવની હતી તેની બદલે મોટી રાઈડ્સ બેસાડી ગજવા ગરમ કરી લીધાનું પણ ચર્ચાઈ રહ્યું છે.