જામનગરમાં મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો સામે થયા સુત્રોચ્ચારો..

જાગૃત નાગરિકો દ્વારા બાંયો ચઢાવવાની શરૂઆત કરી દેવામાં

જામનગરમાં મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો સામે થયા સુત્રોચ્ચારો..

mysamacahr.in-જામનગર:

મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમા ઘરે થી બનાવેલ ખાણીપીણી વસ્તુઓ ને સિનેમા ઘરોમાં લઇ જવા દેવાના પ્રતિબંધ ને લઈને મહારાષ્ટ્રમા ભારે વિરોધ ઉઠ્યો હતો..અને હવે જામનગરમાં પણ મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો સામે પણ શ્વાસ ઇન્ડિયા સંસ્થા અને કેટલાક જાગૃત નાગરિકો દ્વારા બાંયો ચઢાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે...

આજે પણ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ખોડીયાર કોલોની ક્રિસ્ટલ મોલ મા આવેલ સિનેમાગૃહ બહાર તેમજ મેહુલ સિનેમેક્સ બહાર ઘરની ખાણીપીણી ની વસ્તુઓના ના લઇ જવા દેવા બાબતે સુત્રોચ્ચારો કરી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો..
વિરોધ કરનાર નાગરિકોનો આક્ષેપ છે કે મલ્ટીપ્લેક્સ સંચાલકો ઘરની ખાણીપીણી ની ચીજવસ્તુઓ અંદર ના લઇ જવા દઈ અંદર વેચાણ થઇ રહેલ ખાણીપીણીની આઈટમો નિયત કરતાં ૨૦૦ થી ૩૦૦ ટકા ઉંચા ભાવોથી વેચાણ કરવામાં આવે છે..જે અન્યાયી બાબત હોય તે અંગે તંત્ર એ યોગ્ય પગલા ભરવાની સાથે જ મહારાષ્ટ્ર ની જેમ ગુજરાત સહીત જામનગરના સિનેમાગૃહોમાથી પણ આવો પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે...