જેલ ના કેદીઓ જ જેલની ખોલી નાખી પોલ..કઈ રીતે જુઓ VIDEO

VIDEO જોવા ક્લીક કરો

mysamachar.in-સુરેન્દ્રનગરઃ

રાજ્યની જેલો આમ તો અવારનવાર કોઈ ને કોઈ કારણો ને લઈને મીડિયામાં ચમકતી રહે છે,મોટાભાગે જેલમાથી મોબાઈલ મળી આવતા હોય છે,પણ હવે જો ખુદ કેદીઓ જ જેલમાં શું ચાલી રહ્યું છે તેનો ભાંડાફોડ કરે તેવી કદાચ રાજ્યની પહેલી ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે,

વાત છે ગતસાંજની જયારે સુરેન્દ્રનગર સબજેલના કેદીઓ એ જેલકર્મચારી પર હુમલો કર્યાની બાબત અમુક કેદીઓ સામે ગુન્હો દાખલ થયા બાદ ગતરાત્રીના જેલની બેરેકમાં થી જ કેદી દ્વારા સુરેન્દ્રનગર જેલનો ભાંડાફોડ કરવામાં આવી રહ્યો હોય તે રીતે જેલમાં કેવી અને કેટલી ગેરકાનૂની પ્રવૃતિઓ ચાલી રહી છે,કઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓનો શું ભાવ છે તેના કથિત આક્ષેપો સાથેનો વિડીયો વાઈરલ કરવામાં આવ્યો છે,

આ વિડીયો ને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને રાજ્યની અન્ય જેલોમાં પણ આવું જ પોલમપલ ચાલતું હશે તેના પર પણ સવાલો ઊઠવા સ્વાભાવિક બન્યા છે,

મનાઈ રહ્યું છે કે મારામારીની ઘટના બાદ કેદીએ વીડિયો વાઈરલ કર્યો છે,વાયરલ વીડિયોમાં કેદીઓએ જેલતંત્ર પર શું સવાલો ઉઠાવ્યા છે અને વિડીયોમાં શું જોવા મળે છે તે જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો..

તપાસ બાદ લેવાશે પગલા:એ.બી.વાણંદ:ઇન્ચાર્જ એસ.પી 
જેલમાં થી કથિત આક્ષેપો સાથે કેદીઓ દ્વારા વાઈરલ કરવામાં આવેલ વિડીયો અંગે જયારે mysamachar.in દ્વારા સુરેન્દ્રનગર ઇન્ચાર્જ એસ.પી.એ.બી.વાણંદ ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને કહ્યું કે મારા ધ્યાનમાં પણ આ બાબત આવી છે,વિડીયોની તપાસ થશે,અને વિડીયો વાઈરલ થયા બાદ મેં ચેકિંગ કરાવતા બે મોબાઈલ મળી આવ્યા છે,આરોપીઓને સુવિધાઓ જોઈએ છે તે ના  મળે એટલે આવા આક્ષેપો કરે છે,બાકી તો સમગ્ર મામલાની તપાસ કરાવી યોગ્ય પગલા લેવામાં આવશે..